પોષ વદ એકમ, શનિવાર ત્રણ રાશિઓ માટે જાણો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2076, પોષ વદ એકમ, શનિવાર હર્ષલ માર્ગી, સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં, મેષ તણાવમુક્તિ યા શાંતિનો અનુભવ કરવા આધ્યાત્મિક માર્ગ અપનાવજો.

વૃષભ શારીરિક તકલીફનો ઉપાય મળે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે વિલંબ જણાય. મિથુન કલ્પનાની પાંખે ઊડવા કરતાં વાસ્તવિક કર્મ કરવાથી લાભ જલદી મળે.

કર્ક મનની અપેક્ષાઓ કરતાં જુદી જ સ્થિતિ સર્જાય તે સમયે વિચલિત થશો નહીં. સિંહ નિરાશાના અંધકાર વચ્ચે આશાનો સૂરજ ઊગતો જણાય.

કન્યા કુનેહપૂર્વક વર્તીને તમે મુશ્કેલીઓને પાર કરી શકશો. તુલા આપના પ્રયત્નોને સફળ બનાવી શકશો. વૃશ્ચિક આપના મહત્ત્વના કામકાજમાં જણાતી મુશ્કેલી દૂર કરવાનો ઉપાય મળે.

ધન આપના નોકરી કે ધંધાના ક્ષેત્રે અંતરાયો હશે તો ધીમેધીમે દૂર થાય. મકર લાભદાયી કાર્યરચના અને વિકાસનું આયોજન લાંબા ગાળે ફળદાયી બનતું લાગે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.