વિક્રમ સંવત 2076, પોષ વદ દસમ, રવિવાર વિંછુડો બુધ શ્રવણમાં, મંગળ જ્યેષ્ઠામાં મેષ અંતરાય અને મુશ્કેલીમાંથી માર્ગ મળતો જણાય. ખર્ચ-વ્યય વધતો લાગે. અકસ્માત ભય. વૃષભ શાંતિ અને ધીરજપૂર્વક આપના ઘર કે બહારના પ્રશ્ન હલ કરી શકશો.
મિથુન નસીબની મદદ ઉપયોગી બને. પ્રચંડ પુરુષાર્થ જોઈશે. ધીરજ રાખવી પડે. કર્ક આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. આવક વધારવા પ્રયત્નશીલ રહેજો.
સિંહ આપની અગત્યની કામગીરી સફળ થાય. ખર્ચ વધતો લાગે. સ્નેહીથી વિવાદ. કન્યા વિષાદ-ચિંતામાંથી બહાર આવી શકશો. પ્રયત્ન ફળે. પ્રવાસની તક મળે.તુલા સામાજિક કામકાજ અંગે પ્રસન્નતા. ગૃહજીવનમાં સંવાદિતા. નાણાભીડ અને મુલાકાત. વૃશ્ચિક વધુ સંઘર્ષ અને વિઘ્ન બાદ પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે. ખર્ચ-વ્યય અટકાવજો.
ધન આપની સમસ્યાનો ઉકેલ દૂર ઠેલાતો લાગે. પ્રવાસની તક. સ્વજનની મદદ. મકર પ્રવાસ-પર્યટનથી પ્રસન્નતા. ખર્ચ-ખરીદીઓ જણાય. તબિયત સચવાય.
કુંભ ઘોર નિરાશામાં આસાનું કિરણ લાધે. પ્રયત્ન ફળે. સ્નેહીની મદદ મળે. મીન લાગણી દુભાતી લાગે. પ્રવાસ મજાનો રહે. ચિંતા દૂર થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.