પોષ વદ ત્રીજ, સોમવાર બુધનો મકર રાશિમાં પ્રવેશ, જાણો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2076, પોષ વદ ત્રીજ, સોમવાર સંકષ્ટ ચતુર્થી, બુધ મકરમાં, લોહરી (કાશ્મીર), ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન મેષ આપના અંતઃકરણની બેચેની અને મૂંઝવણમાંથી બહાર આવી શકશો. વૃષભ આર્થિક અને કૌટુંબિક બાબત અંગેની તાણ હળવી થતી જણાય. મિથુન આપના સુવ્યવસ્થિત બનીને તણાવમુક્ત રહી શકશો.

કર્ક મનની દૃઢતા જરૃર ધ્યેય તરફ આગળ ધપાવશે. સિંહ આપના મનોરથોને સાકાર કરવામાં વિલંબ વર્તાય. કન્યા આપના મહત્વનાં કામકાજો આડેના અંતરાયોને પાર કરી શકશો. તુલા પ્રતિકૂળતા અને પરેશાનીઓનો ધીમે ધીમે અંત આવતો જોઈ શકશો.

વૃશ્ચિક અણધાર્યા ખર્ચ-ખરીદીના પ્રસંગો બાબતે તૈયાર રહેવું પડે. ધન આપના મનની મૂંઝવણો અને ટેન્શનમાંથી મુક્તિ મેળવી શકશો.મકર આપના ધાર્યા કામમાં કોઈ વિઘ્ન યા કોઈ મુશ્કેલી જણાતી હશે તો તેને દૂર કરવાનો માર્ગ સૂઝે. કુંભ આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી ઇચ્છિત ફળ મેળવવાની સ્થિતિ ઊભી કરી શકાય. મીન મહત્વની મુલાકાત સફળ નીવડે. અગત્યના કાર્યમાં સાનુકૂળતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.