હું હિંદુ ધર્મને પાગલપન માનું છું એવું લખાણ લખેલા કેજરીવાલના પોસ્ટરો લાગ્યા, લોકોમાં ભારે રોષ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરતી જોવા મળી રહી છે. ત્યારે રાજકારણમાં નવો એક વળાંક સામે આવ્યો છે. જેમાં શનિવારે રાજકોટ, અમદાવાદ સહિતના શહેરમાં લોકો સવારે ઉઠ્યા ત્યારે અનેક જગ્યાએ ‘આપ સરકારનો હિન્દુ વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો’ તેવા પોસ્ટરો લાગેલા જોયા. પોસ્ટરમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો મુસ્લિમ ટોપી પહેરેલો ફોટો છે. આ સાથે જે અલગ અલગ પોસ્ટર લાગ્યા છે. એકમાં લખ્યું છે ‘હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું.’ અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે ‘હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં.’ વધુમાં પોસ્ટરોમાં લખ્યું છે ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર.’

News Detail

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ‘આપ’એ ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ એક વાતાવરણ ઊભું કર્યું હતું. વધુમાં મફત વીજળી, મહિલાઓને ભથ્થું જેવી યોજનાઓથી ગુજરાતીઓને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, દિલ્હીમાં આપ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિન્દુ દેવ-દેવીઓનું અપમાન કરતાં નિવેદનથી ગુજરાતમાં આપના ચૂંટણી પ્રચારને મોટો ફટકો પડવાની શક્યતા છે. રાજેન્દ્ર પાલ ગૌતમના નિવેદનનો ભાજપ ભરપૂર ફાયદો ઉઠાવશે.

અને ગુજરાતમાં શનિવારે એ જ થયું. હિન્દુ ધર્મ પ્રત્યે સંવેદનશીલ ગુજરાતમાં શનિવારે સવારથી જ અનેક શહેરોમાં આપ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટરો લાગી ગયા. આ સાથે દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો હિન્દુ વિરોધી નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.