માયાવતીએ પોતાના 64માં જન્મદિવસ પર પ્રેસ કોન્ફરન્સ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. લખનઉની મીડિયાને સંબોધિત કરતા તેમણે મોદી સરકારની યોજના અને બીમાર અર્થતંત્રનું વિશેષણ આપી મોદી સરકારને આડેહાથ લીધી હતી. માયાવતીએ નરેન્દ્ર મોદીની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા બીમાર છે અને 130 કરોડ લોકોની રોજની રોજી-રોટી સંકટમાં છે.
માયાવતીએ સત્તાના દુરઉપયોગની વાતને છેડતા કહ્યું હતું કે, બીજેપીએ પોતાના અંગત સ્વાર્થ ખાતર સત્તાનો દુરઉપયોગ કર્યો છે. કેન્દ્રની તમામ નીતિઓ સંપૂર્ણ રીતે ભૂલ ભરેલી છે. અને આ કારણે જ આ સમયે ગરીબી, નિરક્ષરતા અને તણાવનો માહોલ પ્રવર્તી રહ્યો છે. માયાવતીએ આ સાથે ઉમેર્યું હતું કે, આદિવાસી, ગરીબ, મુસ્લિમ અને બીજા ધાર્મિક અલ્પસંખ્યકો સરકારથી વધારે પરેશાન છે.બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસની માફક જ ભાજપે પણ જનહીતના મુદ્દાઓને બાજુમાં મુકી દીધા છે. સમગ્ર દેશમાં અરાજકતા અને તણાવનો માહોલ છે. વર્તમાન સરકારની ખોટી નીતિઓના કારણે તણાવની સ્થિતિ પેદા થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.