મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇ નવો દાવ ફસાતો દેખાઇ રહ્યો છે. કોંગ્રેસનું માનવું છે કે મોડું તેમની તરફથી થતું નથી પરંતુ એનસીપી ચીફ શરદ પવારની તરફથી થઇ રહ્યું છે. તેની પાછળ કોંગ્રેસની થિયોરી છે કે શરદ પવાર ઇચ્છે કે બંને પાર્ટીઓ શિવસેના અને એનસીપીને અઢી-અઢી વર્ષનું સીએમ પદ મળે. એટલે કે સીએમનું પદ રોટેશનલ હોય. ત્યાં શિવસેના હજુ પણ આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવા માંગે છે.
દિલચસ્પ વાત એ છે કે શિવસેના એ જે 50-50 ફોર્મ્યુલાના લીધે ભાજપ સાથે પોતાના 30 વર્ષ જૂના સંબંધ તોડી નાંખ્યા છે તેના ચક્રમાં હવે તે પોતે જ ફસાતી દેખાય રહી છે.
જો કે વાત એમ છે કે શિવસેનાએ 56 સીટો પર જીત નોંધાવી છે અને એનસીપીએ 54 સીટો પર જીતી છે. આ દ્રષ્ટિથી જોવા જઇએ તો એનસીપીની પાસે બે સીટો તેના કરતાં ઓછી છે. જો કે એનસીપીની તરફથી સતત મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકાર આપવાની વાત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.