પોતાના દેશ પાછા જઈ શકશે વિદેશી જમાતી, કોર્ટે આ શરત સાથે આપી મંજૂરી

સજાના ભાગરૂપે માત્ર 7,000થી લઈને 10,000 રૂપિયા સુધીની રકમ ભરીને વિદેશીઓ પોતાના દેશ જઈ શકશે

 

દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં સામેલ થયેલા વિદેશી જમાતીઓને સરકારે પોતાના દેશ પરત જવાની મંજૂરી આપી દીધી છે. શનિવારે દિલ્હી પોલીસની ચાર્જશીટ પર સુનાવણી કરતી વખતે નીચલી કોર્ટે તમામ જમાતીઓને દંડ જમા કરાવીને પોતાના દેશ પરત જવાની મંજૂરી આપી છે.

મલેશિયાના 121 અને સાઉદી અરેબિયાના 11 વિદેશી નાગરિકોએ લોકડાઉનના નિયમો અને વિઝાના ધોરણોનું ઉલ્લંઘન કરવાના પોતાના ગુનાઓ દંડની રકમ જમા કરવા સાથે સ્વીકાર્યા જેથી તેમને સજાના ભાગરૂપે માત્ર 7,000થી લઈને 10,000 રૂપિયા સુધીની રકમ ભરવી પડશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે મરકજ મામલે 956 વિદેશીઓ વિરૂદ્ધ નીચલી કોર્ટમાં ચાર્જશીટ નોંધાવી હતી. ટ્રાયલ કોર્ટમાં અરજીની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપી ભારત નહીં છોડી શકે તેમ કહેવામાં આવ્યું હતું.

ત્યાર બાદ હવે પોલીસે વિદેશીઓના પ્લીડ ગિલ્ટી, મતલબ કે દંડની રકમ ભરવાની શરત પર નીચલી અદાલતમાં સુનાવણી દરમિયાન અપરાધ સ્વીકાર મામલે કોઈ વાંધો નહોતો નોંધાવ્યો. આ કારણે વિદેશીઓ હવે દંડની રકમ ભરીને ભારતથી પોતાના દેશ પરત જઈ શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.