પોતાના જ દેશથી રૂપાણી ને આવી શરમ, ભારતની ગરીબી ટ્રમ્પ થી સંતાડવા માટે રાતો રાત કર્યું આ કામ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને ભારતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમ બાદ ડોલાન્ડ ટ્રમ્પ અને પીએમ મોદી શહેરના મોટેરા વિસ્તારમાં તાજેતરમાં બનેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. તે માટે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉદ્ધાટન દરમિયાન ટ્રમ્પ સભાને પણ સંબોધિત કરશે.

આપને જણાવી દઈએ કે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા અંદાજે 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયું છે. જેમાં અંદાજે 1,10,000 લોકોની બેસવાની વ્યવસ્થા છે. સૂત્રોના મતે અંદાજે 150 મિનિટ એટલે કે અંદાજે અઢી કલાક સુધી ટ્રમ્પ મોટેરા સ્ટચેડિયમમાં રહેશે. કહેવાય છે કે ‘હાઉડી મોદી’ની જેમ જ આ વખતે મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે ‘દોસ્તી’નો એક અલગ જ રંગ જોવા મળી શકે છે. જો કે, ટ્રમ્પના ભારત પ્રવાસે કેટલાક વિદેશી મહેમાનો પણ હશે. તેથી માહિતી મુજબ તૈયારીઓ હેઠળ AMC દ્ગારા ઝૂંપડપટ્ટીઓને ઢાંકવા 7 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી છે. જે 9 ઇંચ પહોળી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદેશી મહેમાનો, ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના રૂટ પર આવતી ઝૂંપડપટ્ટીઓને ઢાંકવા માટે 7 ફૂટ ઊંચી દીવાલ બનાવવામાં આવી છે. માહિતી પ્રમાણે રાતો રાત દીવાલો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એરપોર્ટ નજીક સરણિયાવાસને ઢાંકવા દીવાલ બનાવવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર આ મામલે અજાણ હોવાનું મેયરનું રટણ સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.