સુરતમાં એક મહિલાની હત્યાના પ્રયાસ (Attempt to murder)નો બનાવ સામે આવ્યો છે. હત્યાનો પ્રયાસ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ મહિલાના પતિએ કર્યો હતો. મહિલાએ તેના પતિની જાણ બહાર તેના ભાઈને એટલે કે આરોપીના સાળાને આર્થિક મદદ કરતી હતી.
સુરતમાં એક પરિણીતાને તેના ભાઈને આર્થિક મદદ કરવી ભારે પડી છે. સુરતના ડુમસ રોડ સ્થિત મગદલ્લા ગામના સુમન શ્વેત એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશ સર્વેશ્વરપ્રસાદ તિવારીના લગ્ન સાવિત્રી નામની યુવતી સાથે થયા હતા.
લગ્નજીવન દરમિયાન બંનને એક દીકરો અને દીકરી છે. સુરેશ સર્વેશ્વરપ્રસાદ તિવારી કડોદરા જીઆઇડીસી ખાતે ટેક્સટાઇલ યુનિટમાં નોકરી કરે છે. સુરેશે વર્ષ 2016માં નવાગામ ઉમીયાનગર-1 ખાતેનું પોતાનું મકાન વેચી દીધું હતું.
સરેશના સાળાને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે 10 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, તેણે અનેક વખત માંગણી કરી હોવા છતાં તેનો સાળો આ રકમ પરત આપતો ન હતો. આ કારણે સુરેશ અને તેની પત્ની વચ્ચે પણ ઝઘડા થયા હતા.
સુરેશની પત્ની તેના સગા સંબંધીઓ પાસેથી ઉછીને પૈસા લઈને તેના ભાઈની આર્થિક મદદ કરતી હતી. આ વાતની જાણ સુરેશન થઈ ગઈ હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન સુરેશે ચપ્પુ વડે તેની પત્નીના ગળા પર ગંભીર ઈજા પહોંચાડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.