પોતાના રાજકારણ માટે હાથરસ પીડિતાના પરિવારને રાહુલ ગાંધી મળવા માંગે છેઃ સ્મૃતિ ઈરાની

દેશને હચમચાવી દેનારા હાથરસ રેપ કાંડમાં આજે રાહુલ ગાંધીએ ફરી પીડિતાના પરિવારને મળવા જવાની કોશિશ કરી હતી.જોકે હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ આ મુદ્દે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યુ હતુ કે, જનતા કોંગ્રેસની રણનીતિ સારી પેઠે જાણે છે.એટલા માટે જ ભાજપે 2019ની ચૂંટણીઓમાં ઐતહાસિક વિજય મેળવ્યો હતો.લોકો સમજે છે કે, રાહુલની હાથરસની મુલાકાત પોતાના રાજકારણ માટે છે, નહીં કે પીડિતાને ન્યાય અપાવવા માટે.

આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દુનિયાની કોઈ તાકાત મને હાથરસમાં પીડિતાના પરિવારને મળતા રોકી નહીં શકે.હું પરિવારને મળીને તેમનુ દર્દ વહેંચવા માંગુ છું.આ યુવતીના પરિવાર સાથે યુપી પોલીસ જે પ્રકારે વ્યવહાર કરી રહી છે તે મને કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે હાથરસ જતા રોક્યા હતા.પોલીસ સાથેની ધક્કા મુક્કીમાં રાહુલ પડી ગયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.