1 જુલાઈએ ઉજવવામાં આવે છે નેશનલ ડોક્ટર્સ ડે,તમારા સ્વાસ્થયને સારું રાખવા માટે આટલું જરૂર કરો….

જો તમારે હંમેશા સ્વસ્થ્ય જ રહેવું છે તો પોતાની લાઈફ સ્ટાઈલમાં થોડા ફેરફાર કરીને તમે પોતાના જ ડોક્ટર બની શકો છો.

જે લોકો સવારે વહેલા ઉઠે છે તેમનો આખો દિવસ સારો જાય છે. સવારે જલ્દી ઉઠવાથી પાચન તંત્ર સારૂ રહે છે અને તમે માનસિક રૂપથી પણ સ્વસ્થ્ય અનુભવ કરશો.

સવારે ઉઠીને પાણી પીધા બાદ યોગ અથવા એક્સરસાઈઝ કરવાની આદત પાડો. તેનાથી તમે આખો દિવસ ફ્રેસ અને એક્ટિવ રહેશો. તેનાથી દિવસની શરૂઆત સકારાત્મક થશે.

દરરોજે સવારે ઉઠીને એક ગ્લાસ હુંફાળુ પાણી પીવાની આદત પાડવી જોઈએ. તેનાથી મોટાબોલિઝમ સુધરે છે. સવારે પાણી પીવાથી ગળા અને કીડની સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.

હેલ્દી લાઈફ સ્ટાઈલ માટે જરૂરી છે કે તમે સમય સર સુઈ જાઓ અને પુરતી ઉંઘ લો. સારી ઉંઘ લેવાથી બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડિપ્રેશન જેવી બિમારીઓ દૂર રહે છે.

દિવસની શરૂઆત એક સ્માઈલ સાથે કરો અને કારણ વગરના તણાવથી દૂર રહો. તણાવ ઘણી બિમારીઓનું મુળ છે. ખુશ રહેનાર વ્યક્તિ સ્વસ્થ્ય રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.