અમેરિકાનાં હુમલામાં માર્યા ગયેલા ઇરાની જનરલ કાસિમ સુલેમાનીને ઈરાન ઐતિહાસિક અંતિમ વિદાય આપી રહ્યું છે. શનિવારનાં બગદાદનાં રસ્તાઓ પર સુલેમાનીનો જનાજો નિકળ્યો જેમાં સૈંકડો લોકો સામેલ થયા. ઈરાનમાં સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામેનેઈનાં પછી સૌથી શક્તિશાળી વ્યક્તિનાં અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ કાળા કપડા પહેરી રાખ્યા હતા અને તેમના હાથોમાં ઇરાકી અને ઈરાન સમર્થિત મિલિશિયાનાં ઝંડાઓ હતા. આ જુલૂસમાં ઈરાનનાં ઘણા શક્તિશાળી નેતાઓ અને લોકો પણ હતા.
ઈરાનની મેહર ન્યૂઝ એનજ્સી અનુસાર સુલેમાનીની એક શબયાત્રા રવિવારની સવારે તેહરાનમાં પણ થશે. આ દરમિયાન ઇસ્લામિક ક્રાંતિનાં નેતા ખામેનેઈ એક પ્રાર્થના સમભામાં ભાગ લેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ શબને સુલેમાનીની જન્મભૂમિ કેરમન શહેરમાં દફનાવવા માટે લઇ જવામાં આવશે. શનિવારનાં ગ્રીન ઝોન સરકાર અને રાજદ્વારી પરિસર તરફ જતા પહેલા બગદાદનાં કાજિમિયામાં જુલૂસ નીકાળવામાં આવ્યું. અહીં થનારા રાજકીય અંતિમ સંસ્કારમાં લોકોએ કાળા કપડા પહેરી રાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જનરલ સુલેમાનીને ઇરાકની રાજધાની બગદાદમાં આંતરરાષ્ટ્રિય હવાઈ અડ્ડાની પાસે શુક્રવારનાં અમેરિકી હવાઈ હુમલામાં મારી પાડ્યા હતા. ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીનું શબ ઇરાકની રાજધાની બગદાદ, નજફ અને કર્બલા શહેરોમાં શબયાત્રા નીકાળાવામાં આવ્યા બાદ તેહરાન પહોંચશે. તેહરાન સ્થિત પ્રેસ ટીવીની રિપોર્ટ અનુસાર બગદાદમાં ઈરાની રાજદૂત ઇરાઝ મસ્જેદીએ કહ્યું કે, લેફ્ટનન્ટ જનરલ સુલેમાનીની શબયાત્રા શનિવારનાં બગદાદમાં નીકાળવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.