તાજમહેલની અદ્ભુત સોંદર્યતાનો નજારો જોવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જોતા-જોતા તાજમહેલના પાછળના ભાગમાં પણ જશે. અને તાજમહેલના પાછળના ભાગમાં પવિત્ર નદી યમુના વહે છે.
આ વાત કરતા શરમ અનુભવાય કે યમુનાની ગંદકી જગજાહેર છે. તેમાંથી આવતી દુર્ગંધથી લોકોની હાલત ખરાબ થઈ જાય છે. ટ્રમ્પને દુર્ગંધ ન આવે તે માટે ઉત્તરપ્રદેશ સરકારે નવું પગલું ભર્યું છે. ઉત્તર પ્રદેશ સરકારની સિંચાઈ વિભાગે નિર્ણય કર્યો છે કે તે યમુનામાં બુલંદશહેરના ગંગા નહેરનું 500 ક્યુસેક પાણી છોડશે. જેથી યમુના થોડી સાફ અને સુંદર દેખાય. પાણીમાં વહેણ વધ્યું તો તેમાં દુર્ગંધ ઓછી થઈ જશે.
UPમાં સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવતા કહ્યું છે કે બુલંદશહેરથી છોડેલું પાણી 21 ફેબ્રુઆરી સુધી આગ્રાની યમુના નદી સુધી પહોંચી જશે. તેનાથી યમુના નદીની પર્યાવરણીય સ્થિતિમાં ખૂબ લધુ સુધારો આવવાની આશા છે. સિંચાઈ વિભાગનું કહેવું છે કે તેનો પ્રયત્ન એ છે કે 24 ફેબ્રુઆરી સુધી યમુનામાં ગંગાજળનો વહેણ સતત વહેતો રહે. તેનાથી યમુનામાં મિક્સ થયેલ ઓક્સિજનનું પ્રમાણ વધશે.
યમુનાનું પાણી તેનાથી પીવા લાયક તો નહીં રહે પરંતુ તેનાથી દુર્ગંધ ઓછી થવાની સંભાવના છે. મહત્વની વાત તો એ છે કે પર્યાવરણ માટે કામ કરનાર નિષ્ણાંતોનું માનવું છે કે ગંગાનું પાણી યમુનામાં નાખવાના કારણે કોઈ ફરક નહીં પડે. એક-બે દિવસ માટે યમુનાને થોડુ ઠીક કરી શકાય છે પરંતુ હંમેશા માટે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.