હાલના સમયમાં કોરોના કાલનો સામનો કરી રહેલા દેશમાં આંતરિક વ્યવસ્થાને ફ્રન્ટલાઇન વર્કર પોતાના જીવ જોખમમાં મૂકીને મજબૂત કરી રહ્યા છે. રસ્તાઓ, હૉસ્પિટલોથી લઈને સ્મશાન સુધી તેમની ઉપસ્થિતિ છે. આ મુશ્કેલ સમયમાં પોતાની ડ્યૂટી માટે રાકેશ કુમાર એ હદે સમર્પિત છે કે તેમણે પોતાની દીકરીના લગ્ન પણ પાછળ ધકેલવાનો નિર્ણય કર્યો છે.
ધ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, 56 વર્ષીય રાકેશ કુમાર ગત એક મહિનાથી રાજધાની દિલ્હીના સ્મશાનમાં દરરોજ ડ્યૂટી નિભાવી રહ્યા છે. 36 વર્ષથી પોલીસ ફોર્સ સાથે કામ કરી રહેલા રાકેશ કુમાર હજરત
રાકેશ કુમાર જણાવે છે કે, હું ગ્રાઉન્ડ પર સવારે 7 વાગ્યાની આસપાસ આવું છું અને સ્થાન તૈયાર કરવામાં પૂજારી અને કર્મચારીઓની મદદ કરું છું. આખો દિવસ ચિતા સળગાવવી, મૃતદેહ ઉઠાવવા, પૂજા માટે સામાન ખરીદવો અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરની સાથે સમન્વય કરવામાં મદદ કરું છું. તેઓએ જણાવ્યું કે, 13 એપ્રિલથી તેઓ 1100થી વધુ અંતિમસંસ્કારમાં મદદ કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.