મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલની વચ્ચે શિવસેનાએ સોમવારના રોજ પોતાની પૂર્વ સહયોગી પાર્ટી ભાજપ પર પ્રહારો કર્યા. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપના નેતા પોતાનાને ભગવાન સમજી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે તેઓ કંઇપણ કરી શકે છે. ભાજપ નેતાઓની પોતે જ ભગવાનવાળી સોચ ખોટી છે. દેશમાં મોટા-મોટા બાદશાહ આવ્યા અને જતા રહ્યા પરંતુ દેશનું લોકતંત્ર કાયમ છે. તેમણે કહ્યું કે એનડીએ કોઇની પ્રોપર્ટી નથી. તેમણે પ્રશ્ન કર્યો કે કોને પૂછીને અમને નીકાળવામાં આવ્યા છે.
મીડિયા સાથે વાતચીત કરતાં સંજય રાઉતે કહ્યું કે ભાજપ નેતાઓની પોતાની જ ભગવાનવાળી વિચારસરણી ખોટી છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે અમે નહીં ભાજપ જવાબદાર છે. (ભાજપ નેતા) પોતાને જ ભગવાન સમજી રહ્યા છે. કોઇ પોતાનાને ભગવાન ના સમજે. દિલ્હીમાં મોટા-મોટા બાદશાહ આવ્યા અને ગયા. દેશનું લોકતંત્ર કાયમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.