મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી અને ડોલરના ભાવ રૂ.૮૨.૬૪ વાળા આજે આરંભમાં રૂ.૮૨.૫૪ ખુલી નીચામાં ભાવ રૂ.૮૨.૫૨થી ૮૨.૫૩ સુધી ટ્રેડ થયા પછી ભાવ ફરી વધી રૂ.૮૨.૭૦થી ૮૨.૭૧ થઈ રૂ.૮૨.૬૬ રહ્યા હતા.
શેરબજાર ઉંચકાતાં કરન્સી બજારમાં આરંભમાં રૂપિયો વધ્યો હતો પરંતુ ત્યારબાદ ડોલરમાં ઘટાડે આયાતકારોની ખરીદી નિકળ્યાના નિર્દશો હતા અને દરમિયાન, વિશ્વ બજારમાં આજે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૧૦૩.૨૯ તથા ઉંચામાં ૧૦૩.૫૧ થઈ ૧૦૩.૫૦ રહ્યાના નિર્દેશો હતા.
અમેરિકાના ફેડરલ રિઝર્વની બે દિવસીય મિટિંગ મંગલવારે શરૂ થઈ છે તથા બુધવારે (આજે) ત્યાં વ્યાજદરમાં વૃદ્ધી જાહેર કરવામાં આવનાર છે. ત્યાં વ્યાજ દરમાં કેટલી વૃદ્ધી કરવામાં આવે છે અને તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી. ત્યાં વ્યાજ દરમાં આસેર પા ટકાની વૃદ્ધી થવાની શક્યતા જાણકારો આજે બતાવી રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી રૂ.૧૦૧ની ઉપર ગયા હતા અને પાઉન્ડના ભાવ રૂ.૧૦૦.૭૬થી ૧૦૦.૭૭ વાળા વધી ઉંચામાં રૂ.૧૦૧.૩૫થી ૧૦૧.૩૬ થઈ રૂ.૧૦૧.૨૮થી ૧૦૧.૨૯ રહ્યા હતા.
યુરોપની કરન્સી યુરોના ભાવ રૂ.૮૮.૩૦થી ૮૮.૩૧ વાળા આજે રૂ.૮૯ પાર કરી રૂ.૮૯.૦૩થી ૮૯.૦૪ રહ્યા હતા અને જાપાનની કરન્સી જોકે રૂપિયા સામે ૦.૭૦ ટકા માઈનસમાં ટ્રેડ થઈ રહી હતી. ચીનની કરન્સી પણ રૂપિયા સામે દીમો ઘટાડો બતાવી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.