WhatsAppમાં પ્રોફાઇલ ફોટોને લઈને આવી ગયું દમદાર ફીચર જાણો વિગતવાર….

ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફિચર્સ જોડી રહ્યું છે. એપે હાલમાં જ એન્ડ્રોયડ સાથે iOS પર ચેટ બેકઅપનું ફિચર જોડ્યું છે. તે ઉપરાંત ગ્રુપ મેમ્બર્સની લિમિટને વધારવામાં આવી છે અને આ પ્લેટફોર્મ પર હવે તમે વધારે મોટી ફાઈલ્સને ટ્રાન્સફર કરી શકો છો. એવામાં તમામ નવા ફિચર્સ WhatsApp પર આવી ચુક્યા છે.

એપ પર પ્રાઈવસી સાથે જોડાયેલુ એક એવુ ફિચર આવ્યું છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને હવે તમે પોતાની મરજીથી નક્કી કરી શકો કે કોણ તમારો પ્રાઈવેટ ફોટો, અબાઉટ અને લાસ્ટ સીન જોઈ શકે છે.તેના પર પણ તમારા સ્ટેટસની જેમ નવો ઓપ્શન મળી ગયો છે અને જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ પ્રોફાઈલ ફોટો નહીં જોઈ શકે.આવો જાણીએ વોટ્સએપના લેટેસ્ટ ફિચરની ડિટેલ્સ.

વોટ્સએપ પર અત્યાર સુધી તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા અને પ્રાઈવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે Everyone, My Contacts અને Nobody ઓપ્શનનો જ યુઝ કરી શકતા હતા એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન આપ્યો છે. જે છે My Contacts Except. એટલે કે યુઝર્સના કંટ્રોલમાં હશે કે કોણ તેમનો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ જોઈ શકે છે અને આ ફિચર એન્ડ્રોયડ iOS બન્ને યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યા છે.

જો તમે એક એન્ડ્રોયડ યુઝર છો તો આ ફિચરને યુઝ કરવા માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે. ત્યાં તમને More options > Settings > Account > Privacy પર જવાનું રહેશે અને ત્યારબાદ હવે તમારે પ્રોફાઈલ ફોટોથી લઈને લાસ્ટ સીન સુધી દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે અહીં જો તમે iOS યુઝર છો તો તમારે Settings > Account > Privacy પર જવાનું રહેશે અને ત્યાર બાદ તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે. અહીંથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારી પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.