તમે પણ PPF, NPS અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રૂપિયા લગાવ્યા છે, તો તમારા માટે કામની ખબર છે, કારણ કે 31 માર્ચ 2024 સુધી તમારે આ કામ પતાવી દેવું પડશે.
જાહેરાત
ગુજરાતી સમાચાર/ફોટો ગેલેરી/વેપાર/PPF, NPS અને સુકન્યા યોજનામાં રોકાણ કર્યું હોય તો 23 દિવસમાં પતાવવું પડશે આ કામ, નહીં તો ખાતુ થઈ જશે બંધ
PPF, NPS અને સુકન્યા યોજનામાં રોકાણ કર્યું હોય તો 23 દિવસમાં પતાવવું પડશે આ કામ, નહીં તો ખાતુ થઈ જશે બંધ
તમે પણ PPF, NPS અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રૂપિયા લગાવ્યા છે, તો તમારા માટે કામની ખબર છે, કારણ કે 31 માર્ચ 2024 સુધી તમારે આ કામ પતાવી દેવું પડશે.
નવી દિલ્હીઃ આપણે કોઈને કોઈ સરકારી યોજનામાં રોકાણ કરીએ જ છીએ. ઘણી યોજનાઓ એવી હોય છે, જેમાં મોટાભાગે વર્ષમાં એકવાર રૂપિયા લગાવવાના હોય છે. ઘણીવાર વર્ષમાં એકવાર રોકાણ કરાવમાં આવતી યોજાનાઓમાં રોકાણ કરવું યાદ રહેતુ નથી. પરંતુ સામાન્ય રોકાણકાર PPF, NPS, SSY જેવી યોજનાઓની સાથે આવુ નથી કરતા. જો ભૂલી ગયા હોવ, તો એકાઉન્ટ બંધ થઈ જશે અને આ એકાઉન્ટને ફરીથી શરૂ કરાવવા માટે ચાર્જ પણ ચૂકવવો પડશે. સાથે જ ટેક્સ છૂટનો ફાયદો પણ નહીં મળે. આવી કોઈપણ મુશ્કેલીથી બચવા માટે PPF, NPS, SSYમાં આગામી 15 દિવસોમાં રોકાણ કરી દો.
31 માર્ચ 2024 સુધી કરવાનું છે રોકાણ- તમે પણ PPF, NPS અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રૂપિયા લગાવ્યા છે, તો તમારા માટે કામની ખબર છે, કારણ કે 31 માર્ચ 2024 સુધી તમારે આ કામ પતાવી દેવું પડશે. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને નેશનલ પેમેન્ટ સિસ્ટમમાં રોકાણકારોએ દરેક નાણાકીય વર્ષમાં પોતાના ખાતામાં ન્યૂનતમ રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. આ યોજનાઓના એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે, દરેક નાણાકીય વર્ષમાં રૂપિયા જમા કરાવવા અનિવાર્ય હોય છે. જો તમે ન્યૂનતમ રૂપિયા જમા કરાવતા નથી, તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. ચાલુ નાણકીય વર્ષ માટે પીપીએફ, એનપીએસ અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં ન્યૂનતમ જમા કરવાની અંતિમ તારીખ 31 માર્ચ છે.
31 માર્ચ સુધી પતાવી લો આ કામ- સરકારે નવી ટેક્સ વ્યવસ્થાને વધારે આકર્ષક બનાવી દીધી છે. 1 એપ્રિલ 2023થી નવી ટેક્સ રિજીમ હેઠળ ઈનકમ ટેક્સ સ્લેબને રિવાઈઝ કરવામાં આવી હતી અને એક નાણાકીય વર્ષમાં બેસિક છૂટ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત નવી ટેક્સ રિજીમમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ 0 કરી દેવામાં આવ્યો છે. એટલે કે, જો તમારે ટેક્સ બચાવવા માટે રોકાણ કરવું છે, તો તેના માટે 31 માર્ચ 2024 સુધીનો જ સમય છે.
PPFમાં હોય છે 15 વર્ષનો લોકઈન પીરિયડ- પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે PPF ભારતમાં એક લાંબાગાળાની રોકાણ યોજના છે. PPFમાં વાર્ષિક ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. PPF પર વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હાલ તેના પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. PPFમાં 15 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે. તેનો અર્થ છે કે, રોકાણકારો 15 વર્ષ સુધી આમાંથી રૂપિયા નીકાળી શકતા નથી.
સુકન્યા સમૃદ્ધિ યોજના- સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર બાળકીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના નાણાકીય સુરક્ષા અને તેમની શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ છે અને આ એક રોકાણના રૂપમાં પણ કામ કરે છે. સરકાર હાલ તેના પર 8.2 ટકાનું વ્યાજ આપી રહી છે. તમે આમાં 14 વર્ષ સુધી રૂપિયા જમા કરો છો અને રોકાણના 21 વર્ષ પૂરા થયા બાદ રકમ નીકાળી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.