PPF Interest Rate Price: શું વર્ષ 2024માં PPF પર વ્યાજ 8 ટકા સુધી પહોંચી જશે? હાલમાં, દેશમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund – PPF) ખાતાઓ પર 7.1 ટકાના દરે વ્યાજ મળે છે. PPF પરના આ દરો એપ્રિલ 2020થી યથાવત છે.લોકસભાની ચૂંટણીનું રણશિંગૂ ફુંકાઇ ચૂક્યુ છે અને સરકાર દરેક વર્ગના કર્મચારીથી લઇને સામાન્ય જનતા સુધી તમામને આકર્ષવા માટે વિવિધ ઓફર અને સ્કિમ્સ લાવી રહી છે. ત્યારે ઘણા લોકોને સવાલ થઇ રહ્યો છે કે, શું વર્ષ 2024માં પીપીએફ મળતું વ્યાજ 8 ટકા સુધી પહોંચશે? આપને જણાવી દઇએ કે હાલ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એકાઉન્ટ પર 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. PPF પર આ રેટ એપ્રિલ 2020થી યથાવત છે. આ વચ્ચે સરકારે ઘણી સ્મોલ સેવિંગ સ્કિમ્સ જેવી કે સીનિયર સિટીઝન સેવિંગ સ્કિમ યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) અને સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે પર વ્યાજદરમાં વધારો કર્યો છે.માત્ર પીપીએફમાં જ વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો નથી. સરકાર આગામી મહીના અંત સુધીમાં એપ્રિલ-જૂન 2024 માટે વ્યાજ દરો નક્કી કરશે. હવે જોવાનું રહેશે કે સરકાર સામાન્ય જનતાના લોંગ ટર્મ રોકાણ સાથે જોડાયેલી યોજના પર ઇન્ટરેસ્ટ વધારશે કે નહીં. શું સરકાર પીપીએફ પર વ્યાજદર વધારીને 8 ટકા કરશે?સ્મોલ સેવિંગ સ્કિમ્સ પર આ રીતે નક્કી થાય છે વ્યાજ – નાની બચત યોજનાઓમાં વ્યાજ દરો છેલ્લા ત્રિમાસિક ગાળાની સરકારી સિક્યોરિટીઝની યીલ્ડ પર નિર્ભર હોય છે. 10 વર્ષની સરકારી સિક્યોરિટીઝ 7 ટકાથી લઇને 7.2 ટકાનું યીલ્ડ આપી રહી છે. તે 7.1 ટકાથી 7.2 ટકા સુધી રહે તેવી આશા છે. મોંઘવારી દર પણ 5થી 6 ટકાની વચ્ચે રહે તેવી આશા છે.હાલ નાની બચત યોજનાઓ પર શું છે વ્યાજ દર? – 1 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી – 6.9 ટકા, 2 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી – 7 ટકા, 3 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી- 7 ટકા, 5 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી- 7.5 ટકા, 5 વર્ષની પોસ્ટ ઓફિસ આરડી- 6.7 ટકા, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર – 7.7 ટકા, કિસાન વિકાસ પત્ર – 7.5 ટકા, પીપીએફ- 7.1 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના- 8.2 ટકા, સીનિયર સિટીઝન સેવિંગ સ્કિમ- 8.2 ટકા, મંથલી ઇનકમ સ્કિમ – 7.4 ટકા વ્યાજ દર છે.નાની બચત યોજનાઓ પર વાર્ષિક વ્યાજ દર 4 ટકાથી લઇને 8.2 ટકા સુધી મળી રહ્યું છે. સરકાર પીપીએફ પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ વખતે આશા છે કે સરકાર પીપીએફ પર વ્યાજ દરો વધારી શકે છે. હાલ સ્મોલ સેવિંગ સ્કિમ્સ પર મળતા વ્યાજ દર એફડીથી લગભગ સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.