પ્રભુદેવાએ ફિલ્મ ડિરેક્ટ કરી છે,ટિકિટ લઈને જોવી પડશે રાધે

સલમાન ખાનની ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઝીપ્લેક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ આજે બપોરે 12 વાગ્યે ઓનલાઇન સ્ટ્રીમ થશે.

તમને આ ફિલ્મ ઓનલાઈન ફ્રી જોવા નહીં મળે. દર્શકોએ તેના માટે પૈસા ચૂકવવા પડશે. આ ફિલ્મ પે પર વ્ય પ્રમાણે જોવા મળશે. એટલે કે ફિલ્મને દરેક વખતે ઓનલાઈન જોવા માટે દર્શકોએ 249 રૂપિયા ચૂકવવા પડશે.

ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવાએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે દિશા પટની, રણદીપ હૂડા, બિગ બોસ ફેમ ગૌતમ ગુલાટી અને જેકી શ્રોફ પણ છે.

‘રાધે’માં એક્શન, કોમેડી, ડ્રામા અને મ્યુઝિક સહિત સંપૂર્ણ કોમર્શિયલ પેકેજ છે. આ ફિલ્મમાં સલમાન ખાનનું નામ રાધે છે, જે તેની 2009ની ફિલ્મ વોન્ટેડમાં પણ હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.