ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે, માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સંગઠન માળખાની રચના કરી શકાય છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું મૂકી દીધું હતું. જોકે તે બાદ દિલ્હી હાઇકમાન્ડ કે પછી ગુજરાત કોંગ્રેસ ક્યાંય પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખાની રચના મુદ્દે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોંગ્રેસમાં દિલ્હીમાં પણ આ જ હાલ છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કોંગ્રેસ પાસે કોઈ ફૂલ ટાઈમ અધ્યક્ષ જ નથી, સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસમાં હવે નવા અધ્યક્ષ ક્યારે મળશે તેના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી.
મળતી માહિતી અનુસાર,કોંગ્રેસમાં અંદરોઅંદર પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષ નેતા બનવા માટે આંતરિક ખેંચતાણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.