પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતમાં લતા મંગેશકર સિવાય સ્પેનનો આ સ્ટાર ખેલાડી રહ્યો ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યુ. બીજી વખત પીએમ બન્યા બાદ તેમણે ચોથી વખત મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યુ. તેમણે કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને યાદ કર્યા.  વિદેશ પ્રવાસ પહેલા પીએમ મોદીએ લતા મંગેશકર સાથે પીએમ મોદીએ ફોન પર તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

લતા મંગેશકરે પીએમ મોદી સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તમારા આવવાથી આજે ભારત દેશનું ચિત્ર બદલાઈ રહ્યુ છે. પીએમ મોદીએ દેશમાં આજથી શરૂ થઈ પહેલા વિવિધ તહેવારની દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, તમાકુનુ સેવન કરવાથી કેન્સર જેવી બિમારી થાય છે.

કિશોર અવસ્થામાં તમાકુના સેવનથી મગજના વિકાસ પર અસર પડે છે. દેશમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પીએમ મોદી સ્પોર્ટ સ્પિરિટને પણ યાદ કરતા કહ્યુ કે, ટેનિસ સ્ટાર નડાલે યુવોને રમત-ગમત માટે પ્રોત્સાહિત કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.