સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ ઉપર આગામી તા. ૨ ઓકટો.થી પ્રતિબંધ લાગુ કરવાના વિરોધમાં આજે રાજકોટમાં પ્લાસ્ટીક મેન્યુફેકચર્સ એસોસીએશનના વડપણ હેઠળ વિશાળ મૌન રેલી નીકળી હતી. આ રેલીમાં અંદાજે ૩ હજારથી વધુ પ્લાસ્ટીકની ચીજવસ્તુના ઉત્પાદકો જોડાયા હતા. શહેરના જૂદા-જૂદા માર્ગો ઉપર હાથમાં પ્લેકાર્ડ સાથે મૌન રેલી મ્યુ. કમિશ્નર કચેરીએ પહોંચી હતી. જ્યાં આવેદનપત્ર આપીને પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ મુકવાને બદલે પ્લાસ્ટીકનો વૈકલ્પિક વપરાશ માટે રીસાયકલીંગની વ્યવસ્થા ગોઠવવાની લાગણી રજૂ કરવામાં આવી હતી.
પ્લાસ્ટીકના વપરાશને લીધે પ્રદૂષણની તીવ્રતા વધતી જાય છે. તેથી ગાંધી જયંતીથી સીંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ મુકવાના સરકારના નિર્ણય સામે આજ રોજ અહીં રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચર્સ એસો.ના વડપણ હેઠળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનાં પ્રારંભ સવારે ૧૦ વાગ્યે અહીંના રેસકોર્સ નજીક પોલીસ કમિશ્નર કચેરીએથી થયો હતો. પ્લાસ્ટીકના કચરાના નિકાલ માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા સારી રીતે વર્ગીકરણ કરવામાં આવે તો પ્લાસ્ટીકનો પુન: ઉપયોગ કરીને અલગ-અલગ પ્રકારની અનેક ચીજવસ્તુઓ બનાવી શકાય તેમ છે. તેથી પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ મુકવો અન્યાયી છે તેવી લાગણી દર્શાવતા સંખ્યાબંધ પ્લેકાર્ડ સાથે આ રેલી યાજ્ઞિાક રોડ, ત્રિકોણબાગ થઇને ઢેબર રોડ ઉપર આવેલી મ્યુ. કોર્પો.ની કચેરીએ પહોંચી હતી.
જ્યાં આગેવાનો દ્વારા આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે, પ્લાસ્ટીક ઉદ્યોગ સાથે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના હજારો પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. જો પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે તો પ્લાસ્ટીક ઉદ્યોગ ભાંગી પડશે. હજારો કારીગરો બેકાર બનશે. તેમજ પ્લાસ્ટીકના ઉત્પાદનની મશીનરી ભંગારમાં ફેરવાઇ જશે. તેની સાપેક્ષમાં મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે મહાનગર પાલિકા પ્લાસ્ટીકનું વર્ગીકરણ કરીને નકામા પ્લાસ્ટીકના કચરામાંથી ક્રુડ ઓઇલ બનાવે છે તે પ્રકારનો વિકલ્પ વિચારવો જોઇએ. પ્લાસ્ટીકના ઉત્પાદનોને કારણે કાગળ અથવા કાપડનો ઉપયોગ ઓછો કરવો પડે છે.
જો કાગળનો વપરાશ વધશે તો સંખ્યાબંધ વૃક્ષોની કટૌતી કરવી પડશે. આ પ્રકારના પ્રતિબંધથી સરકારને રૂા. ૧૫૦૦ કરોડની આવક ગુમાવવી પડશે. તેથી પ્લાસ્ટીકના ઘનકચરાના વર્ગીકરણના નવા વિકલ્પો શોધીને સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ મુકવો ન જોઇએ. તેવી રજૂઆત કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.