રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગુજરાતમાં આતંકી પ્રવૃતિ પર લગામ લગાવી દીધી છે. પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત પ્રમાણે હવે રાજ્યમાં 1લી ડિસેમ્બરથી રાજ્યમાં ‘ગુજસીટોક’ કાયદો અમલી બનશે. ગૃહ રાજ્યમંત્રી એક પત્રકાર પરિષદ યોજીને GUJCTOCના કાયદાને લાગુ કરવાની જાહેરાત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બર અમલી બનશે. પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં GUJCTOCના કાયદો લાગુ થવાથી પોલીસની તાકાતમાં વધારો થશે. તેમણે ઉમેર્યું કે, કાયદામાં વિશેષ કોર્ટની રચનાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ કાયદાથી સરહદ પારના નાર્કો આતંકવાદ નિયંત્રિત થશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે તે આશયથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યો હતો. જેને તાજેતરમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા હવેથી આ કાયદાનો અમલ આગામી 1લી ડિસેમ્બરથી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજસીટોક બીલ શું છે ?
મહારાષ્ટ્રના લોકોના મત જીત્યા બાદ પક્ષોના મન જીતવામાં કેમ નિષ્ફળ રહ્યું ભાજપ?
ગુજરાત સરકારનો LRD જવાનોની નિમણૂંક કરવાને લઇને મહત્ત્વપૂર્ણ નિર્ણય
મુદ્રા યોજનાએ મોદી સરકારની ચિંતા વધારી, લોન ભરપાઈ ન કરવામાં 126 ટકા લોકોનો વધારો
2003માં ગુજરાત સરકારે ગુજકોક બીલ રજૂ કર્યું હતું
ગુજકોક બીલને નવા સ્વરૂપે ગુજસીટોક બીલ તરીકે રજૂ કરાયું
2015માં ગુજરાત વિધાનસભામાં બીલ પસાર થયું
આ બીલને મંજૂરી મળતા 1 ડિસેમ્બરથી ગુજરાતમાં તેનો અમલ થશે
ગુજસીટોક બીલ સંગઠીત ગુનાખોરીને ડામવા ઉપયોગી થશે
નવા બીલ મુજબ ફોન રેકોર્ડ કરીને પણ પોલીસ સંગઠીત સિન્ડીકેટને પકડી શકશે
પોલીસ અધિકારી સમક્ષ આપેલી કબૂલાત અંગે પણ ફેરવિચારણાં થઈ શકશે
પોન્ઝી સ્કીમને પણ ગુજસીટોક અંતર્ગત સમાવિષ્ટ કરાશે
અપહરણ, ખંડણી કે ધાક ધમકી આપીને રૂપિયા પડાવનાર સામે કડક કાર્યવાહી
ગુુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.