રિટેઈલ સેકટર સહિત ધંધા – રોજગાર શરુ કરવા નાના વેપારીઓ, સંગઠનો તરફથી સરકાર સમક્ષ માંગણીઓ થઈ છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તારથી ચચૉ થઈ ચૂકી છે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ 18 મી મે સુધી નાના વેપારીઓને ધીરજ રાખવા અપીલ કરતાં આ છ દિવસ પછી કોરોનાની સ્થિતિ આધારે સરકાર નિણૅય લેશે એમ કહ્યું હતું. રાજયમાં એપ્રિલ મહિનામાં પોઝિટિવિટીનો રેટ 3.0 % થી વધી ને 8.0% એ પહોંચ્યુ હતું. જે હવે 7.5 % એ આવ્યું છે.
વેપાર – ધંધા શરુ કરવા નાના વેપારીઓની રજુઆતો ધ્યાનમાં લઈને 18મી મે બાદ જે તે જીલ્લાની કોરોનાની પરિસ્થિતિ નો સંપૂર્ણ માહિતી મેળવી યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેમ જણાવતાં તેમણે ત્યાં સુધી ધીરજ રાખી કોરોના ફેલાવો થતો રોકવા સરકાર અને નાગરિકોની પહેલને યોગદાન આપવાની અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.