પ્રદૂષણના કારણે વધી રહી છે આ સમસ્યા,શારિરીક અને માનસિક વિકાસ પર થઈ રહી છે અસર

પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું છે અને દુનિયા પર ખતરો વધી રહ્યો છે. એવામાં આ વિષય પર તમામ રિપોર્ટ સામે આવી રહ્યા છે. ફ્રાન્સના વૈજ્ઞાનિકોના એક રિપોર્ટે લોકોને ચિંતામાં મૂક્યા છે કેમકે પર્યાવરણના કારણે બાળકોમાં Testiclesની જગ્યા બદલાવવાની સ્થિતિ જોવા મળી રહી છે જે ચિંતાજનક છે.

જેમાં જે વિસ્તારોમાં પ્રદૂષણની સમસ્યા છે ખાસ કરીને કોલ માઈનિંગ અને ધાતુના ઉત્ખનનના ક્ષેત્રોમાં અહીં મોટી સંખ્યામાં એલા બાળકો જન્મ્યા છે જેમના અંડકોષ યોગ્ય સ્થાને નથી.
ડોક્ટર્સનું માનવું છે કે તેને ક્રિપ્ટોર્ચિડિઝમ કહે છે. તેના 80 ટકા કેસમાં તો બાળકોના જન્મના 4-6 મહિનામાં તે જાતે જ સાજા થાય છે પણ અન્ય બાળકોને માટે આગળનું જીવન મુશ્કેલ બને છે.

છેલ્લા 30 વર્ષથી આ મુદ્દે રિસર્ચ ચાલી રહ્યું છે જેમાં 2002થી 14ની વચ્ચે લગભગ 89382 કેસ સામે આવ્યા છે. આ બાળકોના અંડકોષ યોગ્ય જગ્યાએ જોવા મળ્યા નથી. એટલે કે તે શરીરની અંદર હતા પણ થોડા સમય બાદ બહારની તરફ આવ્યા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.