પ્રજાના પૈસે સવા લાખનો ફોન વાપરતા સુરતના મેયર પાસે વિકાસ માટે પૈસા નથી.

સુરતના વિકાસ માટે કાર્યકર્તા સુરત મહાનગરપાલિકાના નેતાઓ હવે પોતાનો પણ વિકાસ કરી રહ્યા છે. જનતાના પૈસા લીલાલેર કરી રહ્યા છે. મહાનગર પાલિકાના સત્તાધીશો જનતાની પડતી મુશ્કેલીઓ દૂર કરવાના બદલે પોતાની સુવિધાઓનો વધારો કરી રહયા છે. આ એટલા માટે કહી રહ્યા છીએ હવે સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાશક પક્ષના નેતાને સસ્તા ફોન વાપરવા ગમતા નથી. એટલે સુરત મહાનગરપાલિકાએ એપલ 1.15 લાખ રૂપિયાના ચાર મોબાઈલની ખરીદી કરી છે.

એક રિપોર્ટ અનુસાર સુરત મહાનગરપાલિકાના સત્તાધીસોને પ્રજાના પરસેવાના પૈસાના કોઈ કિંમત ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, એક તરફ સુરતની જનતા મંદીમાં માંડ માંડ પોતાનું ગુજરાન કરી રહી છે અને બીજી તરફ જનતાના ટેક્ષના પૈસાથી સુરત મહાનગરપાલિકાએ ચાર સત્તાધીસો માટે 1.15 લાખ રૂપિયાની કિંમતનો એક એવા Apple iPhone Xs 4 મોબાઈલની ખરીદી 4.60 લાખના ખર્ચે કરી છે. આ મોબાઈલ સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ને શાશક પક્ષના નેતાને આપવામાં આવશે.

એક વાતએ સમજાતી નથી કે, શું એટલા મોંઘા મોબાઈલ વાપરથી જ આ નેતાઓને ખબર પડશે કે, જનતાના ક્યાં ક્યાં કામ બાકી છે, શું આટલા મોંઘા મોબાઈલનો ઉપયોગ કરવાથી જનતાનું હિત થશે, આવ ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આવી જ રીતે પૂર્વ મેયર અસ્મિતા સિરોયાએ ખાલી એક ફોટો માટે જનતાના પૈસે કોર્પોરેટરો માટે બ્લેઝરની ખરીદી કરી હતી અને ફોટા પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા પાસે વિકાસના કામ કરવા માટે પૈસા નથી કારણ કે, SMCની તિજોરી તળિયા ઝાટક છે. જેના કારણે મોટા પ્રોજેક્ટો પૂર્ણ કરવા માટે SMCને બોન્ડ બહાર પડવાની ફરજ પડે છે અને સરકાર પાસે ગ્રાન્ટ મેળવવા માટે હાથ ફેલાવવાનો વારો આવે છે, છતાં પણ સત્તાધીસો માટે SMC લાખો રૂપિયાના મોબાઈલ ખરીદી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.