ભારત સરકાર તેમજ રાજ્ય સરકરાના કેટલાક મંત્રીઓ પોતાની બુદ્ધિનું એવું પ્રદર્શન કરે છે કે લોકોનું મનોરંજન થઇ જાય છે પરંતુ કેટલાક એવા મંત્રીઓ પણ છે જેઓને દેશના ભવિષ્યનું તો છોડો પરંતુ દેશનો ઇતિહાસ પણ ખબર નથી. આવા જ એક બિહારના મંત્રીએ સંવિધાનને લઇ ભાંગરો વાટ્યો છે. 71માં ગણતંત્ર દિવસે બિહાર સરકારમાં મંત્રી બીમા ભારતીએ કહ્યું કે, દેશનું સંવિધાન 1885માં લાગૂ થયું હતું. જોકે એક વાર અટક્યા બાદ તેમણે કહ્યું કે, દેશમાં સંવિધાન 1955માં લાગૂ કરવામાં આવ્યું. બીમા ભારતી બિહાર સરકારમાં શેરડી પ્રધાન છે. તેઓ સમસ્તીપુર જિલ્લાના પ્રભારી પ્રધાન પણ છે
બીમા ભારતીએ રવિવારે સમસ્તીપુરના પટેલ મેદાનમાં આયોજીત સમારોહમાં ધ્વજારોહણ બાદ લોકોને સંબોધિત કરી રહ્યા હતાં. તેમણે કહ્યું કે ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય પરવ્ તરીકે ઉજવવામાં આવે છે.
બીમા ભારતીએ ગણતંત્ર દિવસ વિશે જાણકારી આપતા કહ્યું કે, આપણું સંવિધાન 1985માં લાગૂ થયુ. જોકે તેના પછી જ તેમણે કહ્યું કે, સંવિધાન 1955માં લાગૂ થયુ હતું. અને આ અવસરે જ આપણે ગણતંત્રની ઉજવણી કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.