પ્રકાશસિંહ જાડેજાએ,14 દિવસ તેમને હોમ કવોરેન્ટાઇન રહી કોરાનાને,આપી હતી મ્હાત

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 2002થી ઓફીસ આસી.ની ફરજ બજાવતા અને હાલે અહીં જ ગ્લોબલ હોસ્પિટલમાં ચાની પેન્ટ્રી ચલાવતાં 44 વર્ષીય પ્રકાશસિંહ જાડેજા સપ્ટેમ્બર 2020 માં કોવીડ-19થી સંક્રમિત થયા હતા. 14 દિવસ તેમને હોમ કવોરેન્ટાઇન રહી કોરાનાને મ્હાત આપી હતી.

હોસ્પિટલમાં પ્રવર્તમાન સ્થિતિમાં થાકેલા કે સારવારથી ફ્રેશ થવા ઈચ્છતા મેડિકલ પેરા મેડિકલ સ્ટાફને ગરમાગરમ ચા કોફી આપી સ્ફ્રૂતિમાં લાવતાં જાડેજાભાઇ જણાવ છે કે મને કોરોના થયો ત્યારે મારા 70 વર્ષીય પિતાજી પણ સંક્રમિત થયેલા અને વેન્ટિલેટર પર તે જીંદગી હારી ગયા…. હોસ્પિટલનો તમામ સ્ટાફ તેમની સારવારમાં ખડેપગે હતો પણ હોમ કવોરેન્ટાઇન હોવાના કારણે અંતિમ ક્ષણોમાં બાપુજીની સેવા ના કરીને શકયા કે ના તેમના અંતિમ દર્શન થઇ શકયા તેનો વસોવસો જીવનભર રહેશે…..

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.