પ્રેમની સજા! પ્રેમિકાને મળવું પ્રેમીને પડ્યું અઘરું, યુવતીના પરિવારે ઢોર માર મારી કરી હત્યા

સુરતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રકરાણમાં હત્યાના બનાવોમાં ભાવે વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં આજે બે હત્યાના બનાવો સામે આવ્યા છે. વરાછા અને લીંબાયતમાં થયેલી બંને હત્યામાં પ્રેમ પ્રકરણ જ સામે આવ્યું છે.

સુરત: શહેરમાં દિવસેને દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. આ સાથે જ પ્રેમ પ્રકરણમાં હત્યાના ગુનાઓ પણ વધી રહ્યા છે. તેવામાં વરાછા વિસ્તારમાં માધવ પાર્ક સોસાયટીમાં હત્યાની ઘટના બની હતી. જેમાં પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા ગયો તે દરમિયાન પ્રેમિકાના ભાઈઓ આવી જતા પ્રેમીને ઢોરમાર મારતા તેનું મોત થયું હતું. આ ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં આજે બે હત્યાના બનાવો સામે આવ્યા છે. વરાછા અને લીંબાયતમાં થયેલી બંને હત્યામાં પ્રેમ પ્રકરણ જ સામે આવ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલ ગીતા નગર સોસાયટીમાં રહેતો મેહુલ સોલંકીને તેમની જ બાજુમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે મામલે યુવતીના પરીવારજનોને જાણ થતા તેમણે મકાન ફેરવી અલગ જગ્યાએ રહેઠાણ કરી લીધું હતું. તેમ છત્તા આ બન્ને એકબીજા સાથે કોન્ટેક્ટમાં જોડાયેલા હતા. ગીતા નગરની બાજુમાં આવેલી માધવપાર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી, જેથી પ્રેમિકા તેમની બહેનપણીને ત્યાં આવી અને તેમના પ્રેમી મેહુલ સોલંકીને મળવા બોલાવ્યો હતો.

આ દરમિયાન પ્રેમિકાના ભાઈઓને શંકા જતા તેઓ પણ તેણીની બહેનપણીના ઘરે આવ્યા હતા, જ્યાં આ બને મળતા હતા. આથી, ભાઈઓ અને મામાએ પ્રેમી મેહુલ સોલંકીને બેલ્ટ અને ફટકા સાથે ઢોરમાર માર્યો હતો. આ દરમિયાન મેહુલના મિત્ર પાર્થ વાઘેલાને પ્રેમિકાની બહેનપણીએ કોલ કરી તેમના મિત્રને માર મારે છે, તેવું જણાવતા તેમનો મિત્ર પાર્થ ઘટના સ્થળે ગયો હતો. જ્યાં ત્રણ લોકો તેમના મિત્ર મેહુલને ઢોરમાર મારતા હતા. પાર્થ માર મારવાની ના કહેતા પાર્થને પણ મારવાની ધમકી આપવામાં આવી હતી. આ બાદ, પાર્થ નીચે આવી ગયો હતો અને ત્યારબાદ તેમનો મિત્ર બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ વધુ પડતો માર મારવાના કારણે મૂઢ ઇજા થવાથી મેહુલનું મોત થયું હતું.

જણાવી દઈએ કે, મેહુલ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. છેલ્લા ચાર વર્ષથી તે અને તેની પ્રેમિકા એક બીજાને પ્રેમ કરતા હતા. આ પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવતા મેહુલના પરિવારજનો શોકમાં ગરકાઉ થઈ ગયા હતા. મહત્વનું છે કે, મેહુલને માર મારવા આવેલા પ્રેમિકાના ભાઈ, મામાનો દીકરો અને મામા પહેલેથી જ તૈયારી સાથે આવ્યા હતા. જેવો મેહુલ દેખાયો કે, ત્રણેય જણા મેહુલ પર તૂટી પડ્યા હતા. મેહુલને શરીરના અનેક ભાગોમાં મૂંઢ ઘા મારવામાં આવ્યા હતા. જેના કારણે તેનું મોત થયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.