અમદાવાદમાં AIMIMની જનસભાનું કરાયું હતું આયોજન,જેમાં પ્રમુખ ઔવેસીએ, આપ્યું હતું આગઝરતું ભાષણ

અમદાવાદમાં AIMIMની જનસભાનું આયોજન કરાયું હતુ જેમાં પ્રમુખ ઔવેસીએ આગઝરતું ભાષણ આપ્યું હતુ.

તેમણે જણાવ્યુ કે હું 2002માં ગુજરાત આવ્યો હતો. આ રાજકીય સફર એક ચૂંટણી પુરતી નથી. AIMIM ગુજરાતમાં કાયમ સક્રિય રહેશે. કોઇ ભેદ વિના મજબૂર લોકો માટે AIMIM કામ કરશે. કોંગ્રેસ  RSSઅને મોદીથી ડરે છે.

કોંગ્રેસ મજબૂત હોત તો હૈદરાબાદથી મારે અહીં ન આવવું પડ્યું હોત. મને ગમે તેટલી ગાળો આપો પણ મારી પ્રગતિ રોકી શકો નહીં. કોંગ્રેસ હાર્યા બાદ અમારા પર આક્ષેપ લગાવે છે. તેમજ આ અશાંત ધારો બંધારણ વિરુદ્વ છે તેમ જણાવ્યુ હતું. મુસ્લીમ અને દલિત વિસ્તારમાં પાણી પણ આવતું નથી. ગુજરાતમાં માત્ર ૨૬ ટકા મુસ્લિમો મેટ્રિક કરે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અપડેટ

કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.

8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.

23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.