પ્રશાંત ભૂષણ કેસ: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને પ્રશાંત ભૂષણને માફ કરવાની કરી માંગણી

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અવમાનના કેસમાં વકીલ પ્રશાંત ભૂષણની અપીલ ફગાવી દીધી છે. ભૂષણે આજે સજા પર થનારી ચર્ચાને ટાળવા અને સમીક્ષા અરજી કરવાની તક આપવાની અરજી કરી હતી. કેન્દ્રએ કોર્ટને ભૂષણને કોઈ પણ પ્રકારની સજા ન આપવાનો આગ્રહ કર્યો છે. જેની પર કોર્ટે કહ્યુ કે જ્યાં સુધી તેઓ માફી માગશે નહીં ત્યાં સુધી તેઓ એટર્ની જનરલની વિનંતી પર વિચાર કરી શકે નહીં.

સુનાવણી દરમિયાન કોર્ટે વરિષ્ઠ વકીલને કહ્યુ કે જો અમે તમને સજા આપીએ છીએ તો સમીક્ષા નિર્ણય સુધી એ લાગુ થશે નહીં. અમે આપની સાથે નિષ્પક્ષ રહીશુ. અમને લાગે છે કે આપ આ બેન્ચથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તેમના વકીલે કહ્યુ કે જો સજાને ટાળી દેવામાં આવે છે તો કોઈ મુશ્કેલી આવશે નહીં.

કોર્ટમાં પ્રશાંત ભૂષણના વકીલ દુષ્યંત દવેએ કહ્યુ કે ન્યાયિક સમીક્ષા હેઠળ અપીલ સાચી છે અને સજાને સ્થગિત કરી શકાય છે. કોર્ટે ગુનાહિત તિરસ્કાર માટે સજા વિરૂદ્ધ તેમની સમીક્ષા અરજી દાખલ કરવા અને નિર્ણય આવ્યા સુધી તેમની સજા પર સુનાવણી ટાળવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યુ કે સજા બાદ જ નિર્ણય પૂરો થાય છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વકીલ પ્રશાંત ભૂષણ અને ટ્વિટર ઇન્ડિયાની વિરૂદ્ધ કોર્ટનો અનાદર કરવાનો કેસ દાખલ કર્યો હતો. ન્યાયતંત્ર સામે અપમાનજનક ટ્વિટ કરવા બદલ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ સામે સુઓ મોટો દાખલ કરી હતી. ન્યાયતંત્ર વિરૂદ્ધ બે અપમાનજનક ટ્વીટ કરવા બદલ સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ વકીલ પ્રશાંત ભૂષણને 14 ઓગસ્ટ શુક્રવારે દોષિત ઠેરવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.