સંઘપ્રદેશ દમણમાં નવા વર્ષની ઉજવણી (થર્ટી ફર્સ્ટ) અને પાર્ટીઓ ઉપર પ્રશાસને પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ વર્ષે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ ન થાય અને લોકટોળું એકત્ર ન થાય એ માટે પ્રશાસને રાત્રે 10 વાગ્યા સુધી જ ઉજવણની મંજૂરી આપી છે.
31 ડિસેમ્બરે રાત્રે 12ના ટકોરે ભવ્ય આતશબાજી સાથે થર્ટી ફર્સ્ટ નાઈટની ઉજવણી કરાતી હતી. પરંતુ આ વર્ષે કોવિડ-19ને લઈને પ્રશાસને એમએચએની ગાઈડ લાઈન તથા પ્રશાસનની એસઓપીને જોતાં થર્ટી ફર્સ્ટ નાઈટની પરવાનગી આપી નથી. માત્ર 10 વાગ્યા સુધી જ ઉજવણી કરી શકાશે. દમણની મોટા ભાગની હોટલોમાં નવા વર્ષની ઉજવણી કરવા હેતુ તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે આવી હોય ત્યારે પ્રશાસન દ્વારા ઉજવણીની પરવાનગી ન આપતાં હોટલ સંચાલકોએ પર્યટકો દ્વારા લીધેલા બુકિંગના પૈસા પરત આપવાનું શરૂ કર્યું છે. જેથી હોટલ સંચાલકો સાથે પ્રદેશમાં આવતા પર્યટકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. ત્યારે દમણમાં આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી ફીક્કી સાબિત થાય એવું લાગી રહ્યું છે.
ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય પગલાં લેવાશે
દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની ચાલી રહેલી અટકળો અને જે પર્યટકો ઉજવણીને લઈ મૂંઝવણમાં હતા. એનું નિરાકરણ પ્રશાસને લાવી દીધું છે. સમગ્ર બાબતે જ્યારે પ્રદેશના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ સાથે ટેલિફોનિક સંપર્ક સાધી વાતચીત કરાઈ ત્યારે તેમણે જણાવ્યું કે, થર્ટી ફર્સ્ટને લઈને કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. એસઓપી પ્રમાણે રાત્રે 10 સુધીનો જે સમય અપાયો છે એ જ કાયમ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.