સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, તેવા હેતુ સાથે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે, પ્રસિદ્ધ કર્યું છે એક જાહેરનામું

સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા હેતુ સાથે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામાં અનુસાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં મકાનો/બંગલાઓ, કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ટેક્ષટાઈલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલ તમામ પ્રાઈવેટ સેક્ટરના માલિકો અને મેનેજમેન્ટ સ્ટાફે યુનિટમાં ઘરઘાટી નોકર, ડ્રાઈવર, રસોઈયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો જે હાલમાં કામ ઉપર છે તેવા તેમજ કામ ઉપર રાખવામાં આવનાર હોય તેવા કાયમી, હંગામી રોજીંદા કે કોન્ટ્રાકટના કર્મચારી/કારીગરો અથવા મજૂરોની માહિતી અંગેની તમામ નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઈટ (www.gujhome.gujarat.gov.in ) કરવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.