ભારતમાં હાજર ઓસ્ટ્રેલિયાના નાગરિકો હાલ પોતાના દેશમાં ઘર વાપસી નહીં કરી શકે. ઓસ્ટ્રેલિયમાં ગત 14 દિવસ દરમિયાન ભારતમાં રહેલા પોતાના નાગરિકો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં જો કોઈ દેશમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે તો તેને પર દંડ લગાવવામાં આવશે સાથે જેલની સજા થઈ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે જાણકારી આપી છે કે આ પ્રતિબંધો 3 મેથી શરુ થઈ ગયા છે. તેમણે કહ્યુ તે પ્રતિબંધોના નિયમોને તોડનારાને દંડ ભરવો પડશે અને 5 વર્ષની જેલ થઈ શકે છે. તેમણે કહ્યુ કે અમે ભારત અને અમારા ભારતીય ઓસ્ટ્રેલિયન ગ્રુપની સાથે છીએ.
દેશમાં પ્રવાસીઓ માટે નિયમ કડક છે. હવે પ્રવાસી પોતાના ખર્ચ પર ફરજિયાત રુપે 2 અઠવાડિયા હોટેલ ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવાનું રહેશે. મનાઈ રહ્યુ છે કે આ સિસ્ટમના ચાલતા ઓસ્ટ્રેલિયામાં કોવિડ મામલા ઓછા થવામાં મદદ મળશે. વર્લ્ડોમીટરના આંકડા દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીના કોરોનાના 29 હજાર 806 નવા મામલા સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.