પ્રતિબંધોમાં છૂટ જમીની હકિકત જાણ્યા બાદ આપવી- ગૃહ મંત્રાલય

કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. જેમાં રાજ્યોએ લોકડાઉન લગાવ્યું હતુ. ત્યારે કેસની સંખ્યા ઘટી હતી. એ બાદ નોકરી ધંધાને લઈને અનેક રાજ્યોમાં છૂટ અપાઈ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ભીડને જોતા તમામ રાજ્યોને ચતવણી આપવામાં આવી કે સાવધાનીપૂર્વક એક્ટિવિટીઝમાં વધારો કરવો જોઈએ.

એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાની એ ચેતવણી બાદ આપવામાં આવ્યા છે જેમાં તેમણે કહ્યું હતું કે આવનાર 6થી 8 અઠવાડિયામાં એટલે કે 2 મહિનામાં ત્રીજી લહેર ભારતમાં એન્ટ્રી કરી શકે છે.

તેમણે કહ્યુ કે આપણે અનલોકની પ્રક્રિયા શરુ કરી દીધી છે અને ફરીથી કોરોનાના નિયમોના પાલન કરવામાં બેદરકારી દેખાઈ રહી છે.  એવું લાગે છે કે પહેલી અને બીજી લહેરમાં જે કંઈ થયું તેનાથી આપણે કંઈ ન શીખ્યા. ભીડ ભેગી થઈ રહી છે. લોકો ભેગા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોના સંક્રમણના આંકડા વધવામાં સમય લાગશે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ શનિવારે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો. તેમણે કહ્યું કે રાજ્યોમાં ટેસ્ટ ટ્રૈક અને ટ્રીટની રણનીતિઓ ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ટેસ્ટિંગ રેટ ઓછો ન થાય આ ઉપરાંત રાજ્યોથી રસીકરણની સ્પીડ વધારવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.