સિરીયલના પાત્રોએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી હતી જેમાં સજ્જન સિંહનુ પાત્ર બધા જ લોકોને ખુબ પસંદ આવ્યુ હતુ. સજ્જન સિંહનો રોલ કરનાર શ્યામને આ શોથી અલગ જ ઓળખાણ મળી હતી.
ઓડીયન્સ માટે સૌથી મોટો ટ્વિટસ્ટ છે અને તેના માટે થોડી રાહ જોવી પડશે. કારણ કે આ શોમાં સજ્જનસિંહ પહેલા કરતા અલગ દેખાશે. ડાયલોગ્સ અને અંદાજ તો તેવા જ રહેશે પરંતુ તેમનો રોલ હવે કડક સજ્જન સિંહ નહી પરંતુ કૂલ અને ફેમિલીની કેર કરનારા વ્યક્તિનો હશે.
સ્પોટબોય સાથેની વાતચીતમાં સજ્જન સિંહનો રોલ પ્લે કરનાર અનુપમ શ્યામે કહ્યું કે, સજ્જન આ વખતે રોમાન્ટિક અંદાજમાં દેખાશે. પહેલા તે દબંગ હતો આ વખતે તેનો સંપૂર્ણ ફોકસ પોતાના બાળકો અને ફેમિલી પર રહેશે.
ઘરે ઘરે જોવાતી આ સિરીયલમાં બધા જ પાત્રોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને તેમની ફેન ફોલોઇંગમાં પણ વધારો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.