યુકે, યુરોપ અને મિડલ ઈસ્ટથી આવનારા પ્રવાસીઓ માટે સરકારે વિશેષ નિયમો બનાવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે સામાન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસિઓ માટે લાગૂ આ એસઓપી યૂકે, યુરોપ અને મિડલ ઈસ્ટથી ભારત આવનારા પ્રવાસીઓ માટે નથી. કેમ કે તેમના માટે અલગથી એસઓપી જારી કરવામાં આવશે.
વિદેશથી આવનારા પ્રવાસીઓ માટે 22 ફેબ્રુઆરી 2021ની રાતે 11.59 વાગે નવા એસઓપી લાગૂ થશે
પ્રવાસીઓએ આ વાત માટે ઓનલાઈન અંડરટેકિંગ આપવી પડશે કેમ કે તે ભારત સરકાર અથવા રાજ્યના 14 દિવસના ક્વોરેન્ટાઈન અથવા સેલ્ફ ક્વોરેન્ટાઈન નિયમોનું પાલન કરશે.
પરિવારમાં મૃત્યુ થવાની સ્થિતિમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને કોવિડ નેગેટિવ રિપોર્ટ આપવામાંથી છુટ અપાઈ છે. આ છુટ માટે પ્રવાસના 72 કલાક ઓનલાઈન એપ્લિકેશન આપવાનું રહેશે. આ એપ્લિકેશન પર સરકારી પરવાનગી મળ્યા બાદ જ પ્રવાસ શક્ય થશે.
ટિકિટની સાથે શું કરવું અને શું ન કરવું તેનું લિસ્ટ
એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરવું જોઈએ અને આરટીપીસીઆરની રિપોર્ટ જમા થવી જોઈએ.
થર્મલ સ્ક્રીનિંગ બાદ ફક્ત એસિમ્પટોમેટિક પ્રવાસીઓની બોડિંગની પરવાનગી હશે.
એરપોર્ટ અને પ્રવાસીઓને સેનેટાઈઝેશનના ખ્યાલ સંબંધિક એજન્સિઓને રાખવી પડશે.
તમામ પ્રવાસીઓને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સર્વિલન્સ અધિકારીઓનું લિસ્ટ આપવામાં આવશે. જેથી તેમને જરુર પડવા પર તેમને પોતાની તબિયત વિશે સતર્ક કરી શકે.
જે પ્રવાસી યુકે, સાઉથ આફ્રિકા અથવા બ્રાઝિલમાંથી આવ્યા છે. તેમને સેમ્પલ આપ્યા બાદ જવા દેવાશે. પરંતુ આ પ્રવાસીઓને 7 દિવસના સેલ્ફ ક્વોરેન્ટાઈમાં રહેવું પડશે. અને સાત દિવસ બાદ ટેસ્ટ કરાવવો પડશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ આ 3 વેરિએન્ટ સામાન્ય કોવિડ 19ની સરખામણીએ ઝડપથી સંક્રમિત થાય છે. આ સ્થિતિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય અને સિવિલ એવિએશન મંત્રાલયે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કર્યુ છે. જે ભારતમાં આવનારા તમામ પ્રવાસીઓ પર લાગૂ થશે. આ એસઓપીને બીજા ભાગને વિશેષ રીતે યુકે, યુરોપ અને મિડલ ઈસ્ટથી આવનારા પ્રવાસીઓ પર લાગૂ કરવામાં આવશે. આ એસઓપી એર બબલ હેઠળ આવનારા વંદે ભારચ મિશન હેઠળ આવનારા બન્ને પ્રકરના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર લાગૂ થશે. આ એસઓપી 22 ફેબ્રુઆરીની રાતે 11.59 વાગે લાગૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.