વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે.
શું કહ્યુ કૃષિ મંત્રીએ
કૃષિ મંત્રીએ કહ્યું કે આ વીમા યોજના અંતર્ગત કુલ 13,000 કરોડ રૂપિયાના વીમા થયા જેમાંથી 7 હજાર કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ કહ્યું મંત્રીમંડળે પાક વીમા યોજનામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જેને ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નોર્થ ઈસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું પ્રિમિયમ 90 ટકા સરકાર આપશે. કેબિનેટે ઈન્ટરેસ્ટ સબવેંશન સ્કીમ અંતર્ગત મળનારા ફાયદાને 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતોને ફાયદો થશે.
5.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અંગે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી પાક વિમાની યોજનાનો લાભ લગભગ 5.5 કરોડ ખેડૂતો ઉઠાવ્યો છે, તેમણે જણાવ્યું હતું કે, પાક વિમા અંતર્ગત અત્યાર સુધીમાં 13,000 કરોડ રૂપિયાના વિમા થયા છે. જેમાં 7 હજાર કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવામાં આવ્યા છે. આ યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.