વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત નોન એલાઇન મુવમેન્ટ એટલે કે નામના શિખર સંમેલનમાં ભાગ નહીં લે. નામનું શિખર સંમેલન આઇઝરબૈજાનના બાકુમાં આગામી 25 અને 26 ઓક્ટોબરના રોજ યોજાઇ રહ્યું છે. પરંતુ એવું બીજી વખત બનશે કે દુનિયાના વિકાસશીલ દેશોના નેતાઓ જ્યાં ઉપસ્થિત રહે છે તે નામ શિખર સંમેલનમાં મોદી ગેરહાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારત નામ સંગઠનનું સંસ્થાપક સભ્ય છે. સુત્રોના જણાવ્યા મુજબ આ સંમેલનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વેંકૈયા નાયડુ સંમેલનને સંબોધિત કરશે તેમજ અન્ય સભ્ય દેશો સાથે બેઠક પણ યોજશે. મહત્વનું છે કે વર્ષ 2016માં પણ પીએમ નરેન્દ્ર મોદી વેનેઝુએલામાં આયોજીત આ બેઠકમાં સામેલ થયા નહોતા.
મહત્વનું છે કે 50ના દાયકામાં અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર શરૂ થયા બાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પ્રયાસોથી નામ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં સામેલ દેશોને હેતુ અમેરિકા અને રશિયા એમ બંનેમાંથી કોઇને પણ સમર્થન આપવાને બદલે તટસ્થ રહેવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.