અમદાવાદ: નવરાત્રી દર વર્ષે યુવક અને યુવતીઓને બીજા કરતા કંઇક અલગ કરતા હોય છે. યુવતીઓ જેમ નવરાત્રીની તૈયારીઓ કરે છે. તેમ યુવકોએ પણ નવરાત્રીની તૈયારીઓ કરી છે. અમદાવાદના યુવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના થીમ પર પાઘડી બનાવી છે. જેમાં કચ્છી લુક આપવામાં આવ્યો છે. ત્રણથી ચાર કિલોની આ પાઘડી પહેરી યુવાન આ નવરાત્રીમાં ગરબે ઘૂમશે.
પાઘડી પેહરી નવરાત્રીમાં ગરબે ઘુમશે
અમદાવાદના પાઘડી ડિઝાઈનર અનુજ મુદલિયારએ આ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતથી લઇ દિલ્લી સુધીની સફર સુધીની થીમ પર તેમજ ફાયરસેફટી પર ક્ચ્છી ટ્રેડિશનલ પાઘડી તૈયાર કરી છે. જેનું વજન ચાર કિલોનું છે. તેમજ તેની કિંમત આશરે 32000 થાય અનુજે જણાવ્યું હતું કે સુરતમાં અગ્નિકાંડ થયા બાદ કલાસીસમાં ફાયરસેફટીને લઇને તેમજ વડાપ્રધાનની દિલ્લી સુધી સ્ટોરી પર થીમ બનાવવો વિચાર આવ્યો હતો. તેમની અત્યાર સુધીની સફરના ફોટો લગાવ્યા છે. દોઢ મહિનામાં આ પાઘડી તૈયાર કરી છે. રાજસ્થાની ઘડા તેમજ કઠપૂતળીઓ, કચ્છી લુક પર આખી પાઘડી પેહરી આ નવરાત્રીમાં ગરબે ઘુમશે।
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.