D-કંપની સામે મોટા એક્શનની તૈયારી, દાઉદના મોટાભાઇની ધરપકડ

દાઉદની ડી કંપની પર હવે ઈડી દ્વારા મોટું એકશન લેવામાં આવશે. અને ઈડી દ્વારા તેના મોટા ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી લેવામાં આવી છે. ઠાણેની કોર્ટમાં અગાઉ ઈડી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટ પાસેથી તેના ભાઈ ઈકબાલ કાસકરની કસ્ટડી માગવામાં આવી હતી

આ ધરપકડ પાછળ ઈડીનું કહેવું એમ હતું કે આવું કરવાથી દાઉદ અને તેના સહયોગી સામે ચાલી રહેલા કેસની તપાસ થઈ શકે અને જેથી તે અરજીને ઠાણે કોર્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવી અને ઈડી દ્વારા દાઉદના મોટા ભાઈની ધરપકડ કરવામાં આવી છે.

ઠાણે જેલ પાસેથી દાઉદના મોટાભાઈ કાસકરની કસ્ટડી લઈ લેવામાં આવી છે. હવે તેને મુંબઈની PMLA કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. જ્યા ઈડી અધિકારી દ્વારા તેના કસ્ટોડિયલ રિમાન્ડની માગ કરવામાં આવશે. કાસકરની સાંમે 2017માં 3 કેસો દાખલ થયા હતા અને જેથી તે જેલમાં છે. તેની સામે દાઉદ સાથે મળીને ડી કંપની ચલાવાના આરોપ પણ લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે કાસકર મુંબઈમાં ડી કંપનીના ગેરકાયદેસર ધંધાઓને સંભાળી રહ્યો છે. તેવી માહિતી પણ સામે આવી છે. થોડાક દિવસો પહેલા એવી માહિતી સામે આવી હતી કે દાઉદની ડી કંપની હજુ ભારતમાં એક્ટિવ છે. એવી પણ માહિતી સામે આવી છે કે દાઉદ તેના સાથી છોટા શકીલ અને અનીસ ઈબ્રાહિમ સાથે કરાચીમાં છુપાયેલો છે અને મુંબઈમાં તે ગેરકાયદેસર ધંધાઓ ચલાવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.