દિલ્હી-મેરઠ Regional Rapid Transit Systemએ 82.15 km (51.05 mi) લાંબો અને અર્ધ હાઈસ્પીડ રેલ કોરિડોર છે અને જે દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠને જોડે છે. હાલ તેનું કામ ચાલી રહ્યું છે. રેપિડ રેલની ટ્રાયલ આ વર્ષે ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.
દેશની પ્રથમ રેપિડ રેલને પાટા પર દોડાવવામાં આવી રહી છે અને તેનું સંચાલન દિલ્હીના સરાયકાલે ખાનથી ગાઝિયાબાદ થઈને મેરઠ સુધી કરવામાં આવશે. સૌ પ્રથમ, રેપિડ ટ્રેનની ટ્રાયલ દુહાઈથી સાહિબાબાદ વચ્ચે હાથ ધરવામાં આવશે, જે ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બરના અંત સુધી ચાલવાની સંભાવના છે. જો ટેસ્ટ સફળ થશે તો વર્ષ 2023ની શરૂઆતથી આ સ્ટેશનો વચ્ચે ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. આ પછી ટ્રેનને મેરઠ સુધી ચલાવવામાં આવશે.
રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હેઠળ ચાલતી રેપિડ રેલમાં બે પ્રકારની ટ્રેનો દોડાવવામાં આવશે. પહેલી ટ્રેન મોદીપુરમથી બેગમપુર-પ્રતાપપુર થઈને દિલ્હીના સરાય કાલે ખાન સુધી ચાલશે. જેનું નામ રેપિડ રેલ છે. બીજી મોદીપુરમથી પ્રતાપપુર વાયા બેગમપુર સુધી ચાલશે, જેને મેરઠ મેટ્રો એટલે કે MTS નામ આપવામાં આવશે. રેપિડ રેલની સંખ્યા 30 સુધી હશે અને દર 10 મિનિટે એક ટ્રેન આવતી-જતી રહેશે. 160 કિમીની સ્પીડ સાથે આ રેપીડ રેલ 40 મિનિટમાં લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે.
પ્રથમ તબક્કામાં, દિલ્હી અને દુહાઈ (ગાઝિયાબાદ) વચ્ચે રેલવે કોરિડોરનું નિર્માણ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે અને તે અંતિમ તબક્કામાં છે. દેશની પ્રથમ પ્રાદેશિક રેપિડ રેલ દુહાઈ ડેપોમાં એસેમ્બલ કરવામાં આવી છે. 6 મોટા ટ્રેલર પર લોડ કરીને આ ડેપોમાં ગુજરાતમાંથી રેલ બોગી લાવવામાં આવી હતી અને ટ્રેનને ગુજરાતના સાવલી પ્લાન્ટથી રાજસ્થાન-હરિયાણા થઈને ગાઝિયાબાદ લાવવામાં આવી છે. એન્જિનિયરોની ટીમે સોમવારે આખી ટ્રેનને એસેમ્બલ કરી અને પછી તેને પાટા પર મૂકી દીધી છે.
આ રેલ સંપૂર્ણ સ્વચાલિત ટ્રેન સુરક્ષા, સ્વચાલિત નિયંત્રણ અને સ્વચાલિત કામગીરીથી સંપન્ન હશે. વચ્ચે બેસવા માટે સીટ અને ઊભા રહેવાની જગ્યા હશે અને આ સાથે ટ્રેનના કોચમાં મુસાફરોનો સામાન રાખવાની પણ જગ્યા હશે. CCTV કેમેરા, લેપટોપ-મોબાઇલ ચાર્જિંગ સુવિધા, ડાયનેમિક રૂટ મેપ રીડિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશન સિસ્ટમ વગેરે પણ પ્રવાસને શાનદાર બનાવશે અને જેમાં બે કોચ સ્ટાન્ડર્ડ કલાસ અને ટીમના સભ્યો માટે તેમજ એક કોચ મહિલાઓ માટે આરક્ષિત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.