પ્રજ્ઞા અને નરેન્દ્ર મોદીની વિચારસરણીમાં કશો ફરક નથી: દિગ્વિજય સિંઘ

નથુરામ ગોડસેના મુદ્દે પ્રજ્ઞા ઠાકુર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણીમાં બહુ તફાવત નથી એવો આક્ષેપ પીઢ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘે કર્યો હતો.

તેમણે કહ્યું, મોદીનું ભીતર ખંખોળી જુએા. તમને મારી વાતની પ્રતીતિ મળી જશે. પ્રજ્ઞા જેવા જ વિચારો નરેન્દ્ર મોદી પણ ધરાવે છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને પહેલેથી એવું સમજાવવામાં આવેલું કે મહાત્મા ગાંધીની હત્ય કરીને ગોડસેએ દેશની બહુ મોટી સેવા કરી હતી.

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ખરેખર ગાંધીજીના વિચારો અને કાર્યથી પ્રભાવિત હોય તો આવું બોલનારને તરત પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોત. પરંતુ એ પોતે પણ આવી વિચારસરણી ધરાવે છે એટલે પ્રજ્ઞાને સાંખી લીધી છે અને એની માફી સ્વીકારી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.