મારુતિ સુઝુકીએ નવાં વર્ષમાં તેના મોડેલના ભાવમાં 4.3% સુધીનો વધારો કર્યો છે અને આ ભાવવધારો શનિવારથી જ લાગુ થઈ ગયો છે. કંપનીએ કહ્યું કે કોમોડિટી પ્રાઇસ અને પ્રોડક્શન ખર્ચમાં વધારાને કારણે ગાડીના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કંપનીએ તમામ મોડેલના ભાવમાં 0.1થી 4.3%નો વધારો કર્યો છે.
કંપનીએ જણાવ્યું કે તેના તમામ મોડેલની એક્સ-શો રૂમ કિંમતોમાં સરેરાશ 1.7%નો વધારો કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી અલ્ટોથી લઇને S-Cross સુધી 3.15 લાખ રૂપિયાથી લઈને 12.56 લાખ રૂપિયા સુધીની કારનું પ્રોડક્શન અને વેચાણ કરે છે.
અલ્ટો 800- 12,500
S-Presso- 12,500
વેગનઆર- 30,000
સેલેરિયો- 16,000
ઇગ્નિસ -15,000
સ્વિફ્ટ -15,000
બલેનો- 21,000
ડિઝાયર- 10,000
ટૂર S -8,000
સિયાઝ- 15,000
વિટારા બ્રેઝા -14,000
અર્ટિગા -21,000
XL6- 16,000
S-Cross- 21,000
ઇકો -27000
સુપર કેરી- 10,000
મારુતિ સુઝુકીએ વર્ષ 2021માં પણ ત્રણ વખત કિંમતોમાં વધારો કર્યો હતો અને ગયા વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ ભાવમાં 1.4%નો વધારો કર્યો હતો, જ્યારે એપ્રિલમાં તે 1.6% અને પછી સપ્ટેમ્બરમાં 1.9% વધ્યો હતો. કંપનીએ 2021માં 4.9% ભાવ વધાર્યા હતા.
ગયા મહિને જ કંપનીએ કહ્યું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, પ્લાસ્ટિકની કિંમતમાં વધારાને કારણે છેલ્લાં એક વર્ષમાં કંપનીની પ્રોડક્શન કોસ્ટમાં નોંધપાત્ર વધારો થયો છે અને જેની અસરથી કંપનીને બચાવવા માટે કંપનીના પ્રોડક્શન ભાવમાં વધારો કરવાની જરૂર પડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.