પીએમ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ દરબારગઢ બ્રિજ પર પહોંચ્યા હતા અને ત્યાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
News Detail
અધિકારીઓ દ્વારા પીએમને અહીંની તમામ ઘટનાઓની રજેરજની માહિતી આપવામાં આવશે. કેમ કે, તેઓ સિવિલમાં લોકોના ખબર અંતર પૂછ્યા બાદ રીવ્યૂ બેઠક પણ કરશે. બ્રિજ દુર્ધટના સ્થળ પર જઈ અત્યારે તેઓ માહિતી મેળવી રહ્યા છે. દરબારગઢથી પીએમ પુલનું નિરીક્ષણ કરી રહ્યા છે કેવી રીતે ટેકનિકલી બ્રિજ તૂટી ગયો હતો. ટેકનિકલ રીતે પૂલ તુટવાનું શું કારણ તે તમામ બાબતોથી અવગત થઈ રહ્યા છે. આ નિરીક્ષણ કર્યા બાદ તેઓ સિવિલમાં જશે. 23 મૃતકોના પરીવારજનો સાથે તેઓ વાત કરશે. 1થી સવા કલાકનો પીએમ મોરબીમાં રોકાશે.
આ ઉપરાંત મળતી વિગતો અનુસાર તેઓ રીવ્યૂ બેઠક કરી જરૂરી સૂચનો આપશે. તેમના આગમન પહેલા હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું જ્યાંથી તેઓ ઉતર્યા હતા અને સીધા દરબારગઢ પહોંચ્યા હતા.
પીએમ મોદીની મુલાકાત પહેલા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટના સ્થળે પીએમની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રવિવારે બ્રિજ તૂટી પડતા 135ના મોત થયા હતા. હજુ પણ બે લોકો લાપતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.