પ્રિન્સ ફિલિપ, જેઓ એક સપ્તાહ પહેલા અવસાન પામ્યા હતા,તેમની આજે અહીંના વિન્ડસર કેસલમાં થઇ હતી દફનવિધિ

બ્રિટનના મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપ, કે જેઓ એક સપ્તાહ પહેલા અવસાન પામ્યા હતા તેમની આજે અહીંના વિન્ડસર કેસલમાં દફનવિધિ થઇ હતી.

ગયા શુક્રવારે ૯૯ વર્ષની વયે અવસાન પામેલા પ્રિન્સ ફિલિપની દફનવિધિનો કાર્યક્રમ સ્થાનિક સમય પ્રમાણે બપોરે ૩ વાગ્યે વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલમાં શરૂ થયો હતો. પ્રિન્સ ફિલિપના પોતાના દ્વારા પસંદ કરવામાં આવેલા ધાર્મિક લખાણોનું વાચન આ સમયે કરવામાં આવ્યું હતું.

તેમની અંતિમયાત્રામાં તેમના જયેષ્ઠ પુત્ર અને પાટવી કુંવર પ્રિન્સ ચાર્લ્સ, તેમના બંને પુત્રો તથા શાહી કુટુંબના અન્ય સભ્યો હાજર હતા. અંતિમયાત્રા વખતે શાહી દળના ઘોડેસવાર સૈનિકોએ બંદૂકો ફોડીને સલામી આપી હતી. મહારાણી પણ તેમની પુત્રવધુ કેટ મિડલટન સહિત અન્ય મહિલાઓ સાથે અંતિમયાત્રામાં હતા. સાદાઇ પૂર્વક વિધિઓ સંપન્ન થયા બાદ પ્રિન્સ ફિલિપનું કોફીન સેન્ટ જ્યોર્જ ચેપલના નીચે શાહી મકબરામાંની કબરમાં ઉતારવામાં આવ્યું હતું.

આખી અંતિમયાત્રામાં માત્ર ૩૦ જણા જ હાજર હતા. કોવિડ-૧૯ના રોગચાળાના નિયંત્રણોને કારણે જનસમૂહ મર્યાદિત રખાયો હતો, વિદેશોમાંથી લગભગ કોઇ મહાનુભાવ ન હતા અને ખુદ વડાપ્રધાન બોરિસ જહોનસને પણ અન્ય હજારો લોકોની માફક અંતિમવિધિ ટેલિવિઝન પર જ જોઇ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.