પ્રાઇવેટ સ્કુલ-કોલેજેમાં ફી માફી મુદ્દે AAP પડ્યુ મેદાને,ગુજરાત વિઘાનસભાની સામે શરુ કયાઁ ઉપવાસ

આમ આદમી પાર્ટીનો વિધાનસભા પરિસરની સામે સ્કુલ-કોલેજની ફિ માફી મુદ્દે ધરણા કાર્યક્રમ યોજાયો

AAP ના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઇ જણાવ્યુ હતુ કે બહેરી નિષ્ઠુર સરકારના કાને વિદ્યાર્થીઓ અને વાલીઓનો અવાજ પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ છે

આમ આદમી પાર્ટી દ્વારા
તા.૨૩-૦૯-૨૦૨૦ ના રોજ ચાર મહાનગરપાલિકાઓમાં ( અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ) શાળા – કોલેજની ફી બાબતે પ્લેકાર્ડ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. જનતામાં આમ આદમી પાર્ટી અવાજ બની શકે તેવો વિશ્વાસ જાગ્યો હતો.

વઘુમાં તેમણે જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીની માંગણી સ્પષ્ટ છે કે
(૧) સરકાર કોરોના – શિક્ષણ રાહત પેકેજ જાહેર કરી વાલીઓને, સંચાલકોને અને શિક્ષકોને રાહત આપે.

(૨) એક વર્ષ માટે વિદ્યાર્થીઓની સંપુર્ણ ફી માફી કરવામાં આવે.

(૩) સંચાલકોને શાળા – કોલેજના નિભાવ ખર્ચ પેટે સરકાર ગ્રાન્ટ આપે.

આ ત્રણ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બનશે.

સરકાર તરફથી એ બાબતે વાલીઓને અને વિદ્યાર્થીઓને કોઈ પ્રતિભાવ મળ્યો નથી અને સરકાર ઠોસ નિર્ણય લેવાના બદલે રાહ જોવડાવી વિદ્યાર્થીઓ અને વાલીઓની સહનશક્તિ ની કસોટી કરી રહી છે. હાલમાં વિધાનસભા સત્ર ચાલુ છે. એટલે તા.૨૯-૦૯-૨૦૨૦ ને મંગળવારે આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા પરિસરની સામે ( ગાંધીનગરમાં ) એક દિવસ માટે સવારે ૧૦:૦૦ વાગ્યાથી આ ત્રણ માંગણીઓને લઈને ઉપવાસ – ધરણા આંદોલન કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

પ્રદેશ પ્રમુખ પ્રો.કિશોરભાઈ દેસાઈ ની આગેવાનીમાં આશરે દોઢસો જેટલા કાર્યકર્તાઓ આ ઉપવાસમાં જોડાયા હતા
ગુજરાતમાંથી ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર થી મોટા પ્રમાણમાં
ઉપવાસીઓ સાથે 150 જેટલા કાર્યકર્તાઓ સમર્થનમાં એકત્રિત થયા હતા

માસ્ક સાથે અને સામાજિક અંતર જાળવીને આ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતુ

પ્રસાશન દ્વારા પોલીસનો દુરુપયોગ કરીને આ આંદોલન કચડવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો જુસ્સો અકબંધ રહ્યો.

એક પછી એક ટીમ માં આશરે 25 જેટલા લોકો આવતા ગયા અને પોલીસ દ્વારા તેમને ડબ્બામાં બેસાડવાની કામગીરી કરવામાં આવી.

આશરે 10 થી વધારે પોલીસના ડબ્બા અને 20 થી વધુ ગાડીઓનો પોલીસનો ખડકલો તૈયાર કરી દેવામાં આવ્યો હતો જેથી કાર્યક્રમ ન થઈ શકે. પરંતુ આશરે 150 જેટલા કાર્યકર્તાઓ 30-30 ની ટીમ બનાવી આ આંદોલનમાં જોડાયા અને ધરપકડ વહોરી અને તેમને સેકટર 27 ખાતે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.