સરકારી અને ખાનગી ક્ષેત્રે કામ કરતા કરોડો કર્મચારીઓના માથે સંકટ તોળાઈ રહ્યું છે. આ કરોડો કર્મચારીઓના પગારમાં આવતા મહિને મોડુ થઈ શકે છે. કારણ કે, આગામી સપ્તાના અંતમાં 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં વર્ષ 2020નું બજેટ રજૂ કરશે. આ દરમિયાન જ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સુધી બેંકો બંધ રહેવાની છે.
આ કારણે સામાન્ય નાગરિકો કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે છે. એટલુ જ નહિ, આ દિવસો પગારના દિવસો હોવાથી, પગારની ચૂકવણીમાં પણ અસર પડી શકે છે.
ઈન્ડિયન બેંક એસોસિયેશને પોતાની કેટલીક માંગણીઓને કારણે હડતાળ પર ઉતરશે. એસોસિયેશનના કર્મચારીઓએ 31 ડિસેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. તેથી આ કર્મચારીઓ આ દિવસોમાં બેંકનું કામકાજ ઠપ્પ રહેશે. હળતાળને પગલે બે દિવસ બેંકોમાં કામકાજ પર વિપરીત અસર પડશે. જ્યારે 2 ફેબ્રુઆરીના રોજ રવિવારની રજા છે. જેથી બેંકો 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે.
IBA એ સેલેરીમાં વધારો કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે જેને હજી સુધી સ્વિકારવામાં નથી આવ્યો. યુનિયનના પગારમાં 20 ટકાનો વધારો કરવા અને સપ્તાહમાં 5 દિવસ કામ કરવાની માંગ કરવામાં આવી છે. આ માંગણીઓને લઈને બેંક યુનિયનના એસોસિયેશને હડળાતની જાહેરાત કરી છે. આ પહેલા પણ 8 જાન્યુઆરીના રોજ કેટલાક બેંક કર્મચારી સંગઠનોએ હડળાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.