ઉલ્લેખનીય છે કે પ્રાઈવેટ સેક્ટરને 250 રુપિયામાં અપાઈ રહેલી રસીની કિંમત 6 ગણા સુધી વધી ગઈ છે. ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ રસીની કિંમત 700થી 900 રુપિયા જ્યારે ભારતની બાયોટેક દ્વારા નિર્મિત કોવૈક્સિનની કિંમત 1250થી 1500 સુધી પહોંચી ગઈ છે.
ભારત સહિત દુનિયાભરના દેશોમાં રસીની કિંમતમાં અસમાનતા છે. ઉલ્લેખનીય છે દેશનો મોટો ભાગ રસીકરણ માટે પોતાના ખિસ્સાના પૈસા ખર્ચવા નથી મોંગતા. તેનું સૌથી મોટુ કારણ ભારતમાં પ્રાઈવેટ સેક્ટરમાં વધી રહેલી રસીની કિંમત. ભારતમાં કોવિશિલ્ડનો એક ડોઝ મેળવવા માટે લગભગ 12 ડોલર અને કોવાક્સિન માટે 17 ડોલર આપવો પડી રહ્યો છે.
ભારતમાં જ્યારે રસીની શરુઆત થઈ હતી. ત્યારે તે સમેય કેન્દ્ર 2 ડોઝ માટે 150 રુપિયા સુધીની ચૂકવણી કરી રહ્યુ હતુ. રાજ્ય સરકારો તથા ખાનગી હોસ્પિટલો માંગ કરી રહી હતી. એટલું જ નહીં પ્રાઈવેટ હોસ્પિટલનોમાં રસીકરણ માટે પ્રતિ ડોઝ 100 રુપિયા લેવાની પરવાનગી આપવામાં આવી હતી.
તેવામાં તેની કિંમત 710-715 થઈ જાય છે. આ સાથે જે કર્મચારી રસી લગાવે છે કે તેમના માટે પીપીઈ કિટ, સેનેટાઈઝર, બાયોમેડિકલની વ્યવસ્થા કરવી પડે છે. જે માટે 170થી 180 રુપિયા સુધીનો ખર્ચ થાય છે. તેવામાં એક રસીની કિંમતનો ખર્ચ 900 સુધી નક્કી થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.